Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં ગેરકાયદેસર ભેંસોનાં પરિવહનને પકડી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ.

Share

ભરૂચ જીલ્લાનાં વાલિયાથી કોસમડી તરફ પોલીસે ચેકિંગ કરતાં એક ટ્રકમાં ગેરકાયદેસર રીતે અતિક્રૂરતા પૂર્વક ભેંસોને ભરી પરિવહન કરતાં બે શખ્સો ઝડપાય ગયા છે. જેની આગળની તજવીજ પોલીસ કરી રહી છે.

આ બનાવની મળતી માહિતી અનુસરા અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટાફનાં માણસો રાત્રિ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વાલિયા ચોકડીથી કોસમડી ગામ તરફ જતાં રોડ પર એક ટ્રકમાં બે વ્યક્તિઓ ભેંસોને ભરીને જાય છે તેવી બાતમી મળેલ આ બાતમીનાં આધારે અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે વાલિયા તરફથી એક ટ્રક આવતા તેને સાઈડમાં ઊભી રાખી ચેકિંગ કરતાં આ ટ્રકમાં ભેંસો ભરેલ હોય, જે ટ્રક નં.Gj-08-W-0611 નંબરની ટ્રકનાં ડ્રાઈવર સેજાદમદની ઈસ્માઈલ મરોઠી ઉં.વાં 29 રહે. પાંચહાટડી છીપવાડ મહમદ અલી મસ્જિદ પાસે, ભરૂચ અને કલીનર સાહિદભાઈ મુસાભાઈ સુરતી ઉં.વ.37 રહે. મદીના હોટલ સામે મોટા નાગોરીવાડ, મહંમદપૂરા ભરૂચનું જાણવા મળ્યું તેમની પાસે ભેંસોની હેરાફેરી કરવાની પરમિટ માંગતા નહીં હોવાનું જણાવતા ગેરકાયદેસર અબોલ પશુઓની હેરાફેરી કરતાં બંને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેની પાસે પોલીસ ચેકિંગમાં 13 ભેંસોની મળી હતી જેમાં એક ભેંસની કિંમત રૂ.20,000/- જેવી 13 ભેંસોની કુલ કિંમત 2,60,000 અને ટાટા ટ્રક નં.GJ-08-W-0611 ની કિંમત રૂ. 8,00,000 મળી કુલ રૂ. 10,60,000 નો મુદ્દામાલ સાથે ભરૂચનાં બંને શખ્સો ભેંસોને ભરૂચથી મહારાષ્ટ્રનાં ધૂલિયા સુધી હેરાફેરી કરતાં હોય આથી આ બંને શખ્સો વિરુદ્ધ પશુ ધાતકીનો હુમલો અને ઢોર નિયંત્રણ મુજબ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યાવહી અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ માં બે ફામ બનેલા બુટલેગરો પર પોલીસ ના દરોડા… બે સ્થાન પર થી ૧ લાખ ઉપરાંત નો નશા નો કારોબાર ઝડપાયો… ક્રાઇમ બ્રાંચ ના દરોડા થી બુટલેગરો માં ફફડાટ ..

ProudOfGujarat

૨૨-ભરૂચ લોકસભા બેઠકના પ્રચાર પડઘમ બંધ થવાના આરે ગણતરીના કલાકો બાકી .જાણો ઉત્તેજનાઓ …

ProudOfGujarat

રાજપીપળા : કોરોનાની ત્રીજી લહેરને નોતરૂ ન અપાય તે માટે ટ્રસ્ટનો સ્વૈચ્છિક નિર્ણય : અમાસનાં દિવસે કુબેરભંડારી મંદિર ભક્તો માટે બંધ રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!