Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી નજીક ચોરીનાં મનાતા ડીઝલ સાથે ત્રણ ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક એક ઓટો રીક્ષામાં લઇ જવાતો શંકાસ્પદ અને ચોરીનો મનાતો ૨૦૦ લીટર ડીઝલનો જથ્થો પકડાયો હતો. પોલીસે ત્રણ ઇસમોની અટકાયત કરીને મુદ્દામાલ કબજે લીધો હતો.

વિગતો મુજબ રાજપારડી પીએસઆઇ જાદવ અને પોલીસ જવાનો રાજપારડીના નેત્રંગ રોડ પર પેટ્રોલિંગમાં હતા ત્યારે વાહન ચેકિંગ દરમિયાન નેત્રંગ તરફથી આવતી એક ઓટો રીક્ષામાં ચાર પ્લાસ્ટિકના કાર્બાઓ જણાતા પોલીસે તપાસ કરતા તેમાં ૨૦૦ લીટર જેટલું ડીઝલ ભરેલુ જણાયુ હતુ. પોલીસે સાથે રહેલા ઇસમોની પુછપરછ કરતા કોઇ બીલ કે આધાર પુરાવા મળ્યા ન હતા. તેથી પોલીસે આ શંકાસ્પદ અને ચોરીના મનાતા ૨૦૦ લીટર ડીઝલના જથ્થા સાથે કાદરખા અહમદખા પઠાણ રહે. નવી તરસાલી ત‍ા. ઝઘડીયા, ઇસ્માઇલ બસીર મલેક રહે.નવી તરસાલી તા.ઝઘડીયા અને ભાનુભાઇ લાલજીભાઇ વસાવા રહે. નવા માલજીપુરા તા.ઝઘડીયાને હસ્તગત કરીને ડીઝલ, ઓટો રીક્ષા તેમજ બે નંગ મોબાઇલ મળી કુલ રૂ.૬૨૦૦૦ નો મુદ્દામાલ કબજે લઇને કાયદેસર ક‍ાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

આમોદમાં રોડની કામગીરીમાં કોન્ટ્રાકટર દ્વારા ગેરરીતિ થતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

ProudOfGujarat

બુટલેગરો બેફામ : ભરૂચના અયોધ્યા નગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ક્રાઈમ બ્રાંચે દારૂનો જથ્થો ઝડપ્યો, સ્થાનિક એ ડિવિઝન પોલીસ નિદ્રામાં..!

ProudOfGujarat

-ભરૂચ ના વાગરા ખાતે ના તળાવ માથી 25 વર્ષીય યુવાન ની લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!