Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : રાજપારડી નજીક ચોરીનાં મનાતા ડીઝલ સાથે ત્રણ ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીક એક ઓટો રીક્ષામાં લઇ જવાતો શંકાસ્પદ અને ચોરીનો મનાતો ૨૦૦ લીટર ડીઝલનો જથ્થો પકડાયો હતો. પોલીસે ત્રણ ઇસમોની અટકાયત કરીને મુદ્દામાલ કબજે લીધો હતો.

વિગતો મુજબ રાજપારડી પીએસઆઇ જાદવ અને પોલીસ જવાનો રાજપારડીના નેત્રંગ રોડ પર પેટ્રોલિંગમાં હતા ત્યારે વાહન ચેકિંગ દરમિયાન નેત્રંગ તરફથી આવતી એક ઓટો રીક્ષામાં ચાર પ્લાસ્ટિકના કાર્બાઓ જણાતા પોલીસે તપાસ કરતા તેમાં ૨૦૦ લીટર જેટલું ડીઝલ ભરેલુ જણાયુ હતુ. પોલીસે સાથે રહેલા ઇસમોની પુછપરછ કરતા કોઇ બીલ કે આધાર પુરાવા મળ્યા ન હતા. તેથી પોલીસે આ શંકાસ્પદ અને ચોરીના મનાતા ૨૦૦ લીટર ડીઝલના જથ્થા સાથે કાદરખા અહમદખા પઠાણ રહે. નવી તરસાલી ત‍ા. ઝઘડીયા, ઇસ્માઇલ બસીર મલેક રહે.નવી તરસાલી તા.ઝઘડીયા અને ભાનુભાઇ લાલજીભાઇ વસાવા રહે. નવા માલજીપુરા તા.ઝઘડીયાને હસ્તગત કરીને ડીઝલ, ઓટો રીક્ષા તેમજ બે નંગ મોબાઇલ મળી કુલ રૂ.૬૨૦૦૦ નો મુદ્દામાલ કબજે લઇને કાયદેસર ક‍ાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનનાં પાનોલી GIDC ખાતે નવીનીકરણ થયેલ પાનોલી આઉટ પોસ્ટનાં મકાનનું પોલીસ અધિક્ષકશ્રીનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

લીંબડી શાળા નં. 10 મા એન્યુલ ફંકશન અને વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : ઠાસરામાં ઓનલાઇન એપ્લીકેશનમા ઘડિયાળ જોઈ ક્લીક કરતાં ૧ રૂપિયો અને બાદમાં ૩૪ હજારથી વધુ રૂપિયા કપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!