Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં બે સગીરવયની બાળાઓ સાથે શારીરિક અડપલા કરનાર કબીર પંથી ઝડપાયો…

Share

– શાતા કુકડી રમતી 10 વર્ષીય બે સગીર બાળાઓ સાથે છેડતીનો બનાવ..

– ગાયત્રીનગર વિસ્તારમાં 2 બાળા સાથે 76 વર્ષીય પુરુષે શારીરિક અડપલાં કરી છેડતી કરી.

Advertisement

– ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસે વય વૃદ્ધ ઈસમની કરી ધરપકડ : કોવિડ ટેસ્ટ માટે સિવિલ લવાયો..

– આરોપી / ભોપનારાયનદાસ પ્રેમદાસ મહંત રહે. મકાન નંબર 931 ગાયત્રી નગર સોસાયટી કોર્ટની સામે ભરૂચ.

ભરૂચનાં ગાયત્રીનગર વિસ્તારમાં ઘર આંગણે રમી રહેલી બે બાળાઓને નજીક બોલાવી ખોળામાં બેસાડી શારીરિક અડપલા કરનાર ૭૬ વર્ષીય વૃદ્ધ સામે પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ થતા પોલીસે તેની ધરપકડ કરી કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના લિંક રોડ પર આવેલી ગાયત્રી નગર સોસાયટી ખાતે મકાન નંબર ૯૩૧ માં રહેતા ૭૬ વર્ષીય ભોપનારાયનદાસ પ્રેમદાસ મહંતના એ પોતાના વિસ્તારમાં સંતાકૂકડી રમતી બે બાળાઓને પોતાના ઘરે બોલાવી ખોળામાં બેસાડી શારીરિક અડપલા કરી રહ્યો હોવાની ઘટના સામે આવી હતી જેના પગલે સ્થાનિકોમાં પણ ખળભળાટ ઉભો થવા પામ્યો હતો.

બંને બાળા સાથે શારીરિક અડપલા ૭૬ વર્ષીય વૃદ્ધ કરી રહ્યો હોવાની ઘટનાના પગલે બાળાઓના પરિવારે તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઇ વૃદ્ધ આરોપી ભોપનારાયનદાસ પ્રેમદાસ મહંત વિરુદ્ધ બાળાઓ સાથે શારીરિક અડપલા અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવતાં પોલીસે ગણતરીની મિનિટોમાં વૃદ્ધ આરોપીને તેના ઘરમાંથી ઝડપી પાડી તેના કોરોના ટેસ્ટ કરવાની તજવીજ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે બાળાઓ સાથે શારીરિક અડપલા ઘટનાના પગલે સોસાયટી વિસ્તારમાં સન્નાટો મચી જવા પામ્યો હતો.


Share

Related posts

ભરૂચ જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક અને ઇનચાર્જ નાયબ માહિતી નિયામક એસ.આર.પટેલ વય નિવૃત્ત થયા

ProudOfGujarat

ભરૂચ : ગુજરાતની પેટાચુંટણીની તમામ આઠ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાતા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચના વ્યાપારીઓએ પુલવામાં ખાતે શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!