Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત મહિલા રેલી યોજાઇ.

Share

ભરૂચ જીલ્લામાં વધતાં અકસ્માતોને રોકવા માટે ભરૂચ વાહન વ્યવહાર અધિકારી દ્વારા 32 માં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે આજે ભરૂચ વાહન વ્યવહારની કચેરી અને જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ ભરૂચ મહિલા પોલીસ અને આર.ટી.ઓ. મહિલા સ્ટાફ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શક્તિનાથ સુધી મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીનો મુખ્ય ઉદ્દેશ જીલ્લામાં રહેતી મહિલાઓને ટ્રાફિકનાં નિયમો પ્રત્યે મહિલાઓની પણ જાગૃતિ વધે. આજનાં સમયમાં પરિવારમાં બહાર જતી વખતે ટુ વ્હીલર, ફોર વહીલરમાં મહિલાઓ પણ પુરૂષ સમોવડી બની પરિવાર સાથે ડ્રાઇવિંગ કરતી થઈ છે ત્યારે મહિલાઓ પણ ટ્રાફિકનાં નિયમોનું પાલન કરે અને વધતાં જતાં અકસ્માતને અટકાવી શકાય તે સાથે આજે ભરૂચમાં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત મહિલા રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

વડોદરા : આરોગ્ય શાખાના ANM અને MPHW ના વર્કરોની આંતરિક બદલી કરાતા વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

વડોદરાનાં 3000 તબીબોનો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ICU રાખવાનો પ્રચંડ વિરોધ.

ProudOfGujarat

પોલીસ ની ફરજ માં બુટલેગરો નો સાથી બન્યો, ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા આઠ બુટલેગરોની ધરપકડ,હેડ કોન્સ્ટેબલ પણ જેલ ભેગો થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!