Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા : સારસા બેઠકનાં ઉમેદવાર આરતીબેન પટેલે મતદાન મથકની મુલાકાત લીધી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાની સારસા બેઠકના તાલુકા પંચાયતના ભાજપા ઉમેદવાર આરતીબેન હિરલભાઇ પટેલે આજે મતદાનના દિવસે તેમની બેઠકના ક્ષેત્રના સારસા ગામે મતદાન મથકની મુલાકાત લીધી હતી. મૂળ સ‍ારસા ગામના રહીશ એવા આરતીબેન પટેલ હાલ ર‍ાજપારડી ખાતે રહે છે અને રાજપારડી ગ્રામ પંચાયતમાં વર્તમાન સભ્ય તરીકે કાર્યરત છે. ભાજપા દ્વારા તેમની ઝઘડીયા તાલુકા પંચાયતની સારસા બેઠક માટે પસંદગી થતા તેઓ તેમના બે પ્રતિસ્પર્ધી ઉમેદવારો સામે ચુંટણી જંગ ખેલી રહ્યા છે. સારસા ગામે સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરવા સવારથી જ લાઇનોમાં ઉભા રહીને મતદાન કરતા નજરે પડ્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપલા રંગનગર સોસાયટીમાં ઘરે-ઘરે માસ્ક વગર દૂધ આપવા આવતા સુપર સ્પ્રેડર બનેલા દુધવાળાની દાદાગીરી સામે રહીશોમાં ફફડાટ.

ProudOfGujarat

આમોદ પોલીસ સ્ટેશન ખાતે ભંગારના મુદ્દામાલની હરાજી યોજાશે

ProudOfGujarat

આમોદ તાલુકાના આછોદ ગામનાં યુવાનને ભરૂચ જિલ્લા કલેકટરના આદેશથી રાજકોટ જેલ પાસા હેઠળ મોકલવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!