Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં પારસીવાડ વિસ્તારમાં ક્રિકેટ મેચ પર સટ્ટા બેટિંગ કરનાર એક ઇસમની પોલીસે કરી ધરપકડ.

Share

ભરૂચ જિલ્લામાં સટ્ટા બેટિંગની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે તેવામાં હાલમાં ચાલતી ટી-૨૦ ક્રિકેટ મેચો ઉપર પણ સટ્ટાનો ખેલ જોવા મળી રહ્યો છે, એકના ડબલની લાલચમાં અનેક યુવાનો આ ખેલમાં બરબાદ થયા છે ત્યારે પોલીસ વિભાગ પણ હવે એકશનમાં જોવા મળી રહ્યું છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરનાં બી ડિવિઝન પોલીસ મથકનાં હદ વિસ્તારમાં આવેલ પારસીવાડ ખાતે ઇંગ્લેન્ડ, ભારતની મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીનાં આધારે પોલીસે દરોડા પાડયા હતા, જેમાં પોલીસે રવિકુમાર કેશુભાઈ ટંડેલ નામનાં એક ઇસમની ધરપકડ કરી છે.

Advertisement

પોલીસે ઝડપાયેલા ઈસમ પાસેથી મોબાઇલ ફોન સહિત રોકડ મળી કુલ ૧૭,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી સમગ્ર મામલા અંગેની વધુ તપાસ હાથધરી છે.


Share

Related posts

ઘનશ્યામ નાયકના મૃત્યુ પર બાઘાએ કેમ આવું કહ્યું “સારું થયું કે ગુજરી ગયા નટ્ટુ કાકા”

ProudOfGujarat

વાગરા તાલુકાના સુત્રેલ ગામના તળાવ પાસે ૬ જુગારિયા ઝડપાયા

ProudOfGujarat

ભરૂચનાં મહેગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!