Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : આમોદનાં દોરા ગામ ખાતે પિતા-પુત્ર વચ્ચેનાં ઝઘડામાં છોડાવવા પડેલ ૨૩ વર્ષીય યુવકની લાકડાનાં સપાટા મારી હત્યા કરવામાં આવતા ચકચાર.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાનાં આમોદ તાલુકાનાં દોરા ગામ ખાતેની નવી નગરી વિસ્તારમાં ગત રાત્રીના સમયે નગીન વસાવા અને તેઓના પુત્ર રાજેશ વસાવા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો ચાલી રહ્યો હતો, તે જ દરમિયાન તેઓનાં ફળિયામાં જ રહેતા કિશન કાલિદાસ વસાવા ઉ.૨૩ નાઓ પિતા-પુત્રને છોડાવવા માટે વચ્ચે પડયો હતો.

કિશન વસાવા પિતા-પુત્રને ઝઘડતાં અટકાવવા પડયાં બાદ રાજેશ વસાવાએ એકાએક ઉશ્કેરાઈ જઇ કિશનને ગાળો આપી તું અમારા પિતા-પુત્રનાં ઝઘડામાં કેમ વચ્ચે પડે છે તેમ કહી કિશન વસાવાને લાકડાના દંડાનાં સપાટા મોઢા થતા માથાના ભાગે મારી દેતા ગંભીર ઈજાઓનાં પગલે કિશન કાલિદાસ વસાવાનું ઘટના સ્થળે જ મોત નિપજતા ભારે ચકચાર મચ્યો હતો.

Advertisement

બનાવ અંગેની જાણ આમોદ પોલીસ મથકે કરવામાં આવતા આમોદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતકનાં સબંધી અક્ષય વસાવાની ફરિયાદ લઇ હત્યાને અંજામ આપનાર રાજેશ નગીન વસાવા સામે હત્યા અંગેનો ગુનો દાખલ કરી હત્યા બાદ ફરાર થયેલ રાજેશને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આમ સામાન્ય બાબતે થયેલ ઝઘડામાં માનવતા રાખી છોડાવવા પડેલ કિશન વસાવાને મદદનાં બદલે મોત મળી હતી તો સમગ્ર ઘટના ક્રમ બાદ પંથકમાં તેમજ ગામમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો સાથે જ રાજેશ વસાવાના આવા કૃત્યને લોકોએ વખોડી કાઢી ફિટકારની લાગણી વર્ષાવી હતી.


Share

Related posts

અંક્લેશ્વરમાં વરસાદે પાલિકાની પોલ ખુલ્લી પાડી…

ProudOfGujarat

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગ દુર્ઘટના બાદ હોસ્પિટલની મુલાકાત લેતા સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

ભરૂચ જેસીઆઇ દ્વારા ઓક્સિજન બેંક શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!