Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માતર-સુઠોદરા માર્ગે બ્રિજ નીચેથી દારૂ વેચતી બે મહિલાઓ ઝડપાઈ :  આમોદ પોલીસે દરોડો પાડી 115 બોટલ વિદેશી દારૂ અને મોબાઇલ સહિત રૂ.12,900નો મુદ્દામાલ કબજે કર્યો

Share

ભરૂચ :

આમોદ તાલુકાના માતર ગામથી સુઠોદરા તરફ જવાના માર્ગ પર આવેલા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના બ્રિજ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનું છૂટક વેચાણ કરતી બે મહિલાઓને આમોદ પોલીસે ઝડપી પાડી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી બંને મહિલાઓની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસને બાતમી મળ્યા બાદ માતર-સુઠોદરા માર્ગ પર આવેલા એક્સપ્રેસ હાઈવેના બ્રિજ નીચે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 115 નંગ દારૂની બોટલો તેમજ એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ.12,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે સ્થળ પરથી ભાવનાબેન ઉત્તમ પટેલ (રહે. શ્યામનગર સોસાયટી, વાઘરેચા, તા. ગણદેવી, જી. નવસારી) અને **નીલાબેન ઈશ્વર પટેલ (રહે. તળાવ ફળિયું, તા. મહુવા, જી. સુરત)**ની અટકાયત કરી હતી.

બંને મહિલાઓ સામે પ્રોહિબિશન એક્ટની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમોદ પોલીસે ગેરકાયદેસર દારૂના વેચાણ સામે કાર્યવાહી તેજ કરતાં પંથકમાં દારૂનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.


Share

Related posts

વડોદરા : કરોડો રૂપિયા ગયા પાણીમાં: પહેલા વરસાદમાં જ જન મહેલ બન્યું જળ મહેલ

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ ૧ માં અપક્ષે બાજી મારી ચારમાંથી ૩ અપક્ષ ઉમેદવાર ચૂંટાયા : અપક્ષની ઐતિહાસિક જીત.

ProudOfGujarat

અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોનું કોકીન ઝડપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!