Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝઘડિયાની ‘સેવા રૂરલ’ને મેડિકલ જગતનો ‘ઓસ્કાર’! : સિકલ સેલથી સગર્ભા મહિલાઓની સંભાળ બદલ BMJ સાઉથ એશિયા એવોર્ડ-2026થી સન્માન; આદિવાસી વિસ્તારોમાં માતા મૃત્યુદરમાં 50% અને મૃતજન્મમાં 67%નો ઘટાડો

Share

 

ભરૂચ:

Advertisement

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી આરોગ્યસેવા ક્ષેત્રે કાર્યરત ઝઘડિયાની ‘સેવા રૂરલ’ સંસ્થાને પ્રતિષ્ઠિત BMJ સાઉથ એશિયા એવોર્ડ-2026 એનાયત કરવામાં આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ મેડિકલ જર્નલ ‘બ્રિટિશ મેડિકલ જર્નલ’ (BMJ) દ્વારા દિલ્હીમાં આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. મેડિકલ ક્ષેત્રમાં આ સન્માનને ‘મેડિસિનનો ઓસ્કાર’ તરીકે ઓળખવામાં આવે છે.

સિકલ સેલ રોગથી પીડાતી સગર્ભા મહિલાઓની ઉત્કૃષ્ટ સારવાર અને સંભાળ માટે ‘સેવા રૂરલ’ની પસંદગી કરવામાં આવી છે. દક્ષિણ એશિયાની 700થી વધુ સંસ્થાઓ આ પ્રતિષ્ઠિત એવોર્ડની સ્પર્ધામાં સામેલ થઈ હતી, જેમાંથી સેવા રૂરલની કામગીરીની પસંદગી કરવામાં આવી છે.

સંસ્થાના પ્રયાસોથી છેલ્લા 10 વર્ષમાં આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલના કારણે થતા માતા મૃત્યુદરમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે સિકલ સેલ સાથે સંકળાયેલા મૃતજન્મ (Stillbirth)ના કિસ્સાઓમાં પણ 67 ટકાનો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળતા મળી છે.

સેવા રૂરલની આ સિદ્ધિને આદિવાસી વિસ્તારોમાં આરોગ્યસેવાના ક્ષેત્રે મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. એવોર્ડ મળતા સંસ્થાની સમગ્ર ટીમને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આગામી સમયમાં સેવા રૂરલ અન્ય સંસ્થાઓને પણ સિકલ સેલ રોગની સારવાર અને સગર્ભા મહિલાઓની સંભાળ અંગે માર્ગદર્શન આપશે. આ માટે જરૂરી તાલીમ અને ટેકનિકલ સહયોગ પૂરો પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામે સેવા રૂરલ દ્વારા વિકસાવવામાં આવેલા આરોગ્યસેવાના મોડેલનો લાભ દેશના અન્ય જરૂરિયાતમંદ આદિવાસી વિસ્તારો સુધી પહોંચવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.


Share

Related posts

પંચમહાલ યુથ કોંગ્રેસ દ્વારા બંધ ગેસ જોડાણની સબસીડી આપવા માટે લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

અંક્લેશ્વરમાં વોર્ડ-૮ નું કામ અટકાવવા વોર્ડ સભ્યની અરજી…

ProudOfGujarat

ભરૂચ  તથા સુરત જીલ્લા ના વિવિધ વિસ્તારો માથી ટ્રક તથા ડમ્ફર ચોરી કરતી ગેંગના બે સભ્યો ઝડયાપા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!