Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં યોજાયેલાં રોજગાર મેળામાં 778 યુવાઓની સ્થળ પર પસંદગી કરાઇ

Share

ભરૂચ

 

Advertisement

ભરૂચ તથા નર્મદા જિલ્લાના યુવાનોને મનપસંદ રોજગારીની તક મળે તેમજ નિયોજકને કુશળ માનવબળ મળી રહે તે હેતુથી જિલ્લા વહીવટી તંત્રના સહયોગમાં ગુજરાત સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, ભરૂચ ખાતે આયોજીત ” ક્લસ્ટર ઔધોગીક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 778 યુવાઓની સ્થળ પર પસંદગી કરાઇ હતી.

આ ક્લસ્ટર ભરતીમેળાનો ઉદ્દેશ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં ઉત્તમ રોજગારીની તકો પૂરી પાડવાનો હતો. આ ભરતીમેળામાં એક્સિકયુટિવ, આસિસ્ટન્ટ, ઓફિસ વર્ક, એપ્રેન્ટીસ, ક્યુસી ઓફિસર માટે SSC, HSC ITI ડિપ્લોમા ઈજનેર, સ્નાતક, અનુસ્નાતક તથા ઈજનેર ડિગ્રી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરી હતી.

આ ભરતીમેળામાં જિલ્લાની અગ્રણ્ય કંપનીઓ જેવી કે, S.R.F-દહેજ. M.R.F-દહેજ, સનફામી-અંકલેશ્વર, યોકોહામા-દહેજ, બોરોસીલ-ઝઘડિયા, ટીમકેન ભરૂચ, બ્રિટાનીયા ઝઘડિયા પી.આઇ. ઈન્ડસ્ટ્રીઝ-પનોલી, કલરટેક્ષ વિલાયત, એશિયન પેઈન્ટ-અંકલેશ્વર, જ્યુબિલિયન્ટ – વિલાયત બિરલા ગ્રાસિમ-વિલાયત, ટોરેન્ટ ફાર્મા-દહેજ, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ-દહેજ, ગોદરેજ-વાલિયા વગેરે જેવી વિવિધ ૪૪ કંપનીઓ ઉપસ્થિત રહી પોતાની કંપનીની જરૂરીયાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને ૨3૮૧ ખાલી પડેલ વેકેન્સી મુજબ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતીમેળામાં કુલ ૪૪ નોકરીદાતાઓ તેમજ અંદાજિત ૯૦૦ થી વધુ રોજગાર વાંચ્છુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. જેમાંથી સર્વિસ સેક્ટર તેમજ મેન્યુફેકચરીંગ સેક્ટરની જગ્યાઓ માટે ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.  આ ઇન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા  ૭૭૮ જેટલા ઉમેદવારોની સ્થળ પર પસંદગી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે  ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી,વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા આગેવાન પ્રકાશ મોદી, કોલેજના પ્રિન્સિપલ સહિત વિવિધ કંપનીના પ્રતિનિધિઓ-કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

આવતીકાલથી નવરાત્રી મહોત્સવનો મંગલમય પ્રારંભ : સરકારે કરી આ જાહેરાત

ProudOfGujarat

લીંબડીનાં સ્પોર્ટસ સંકુલ ખાતે હોકી, કબ્બડ્ડી, અને વોલીબોલની તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

નેત્રંગના આંજોલી ગામે કળિયુગી શ્રવણનો જનેતા પર હૂમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!