Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વરના ભરણ ગામેથી દારૂ ભરેલી કાર ઝડપાઇ : કાર ચાલક ફરાર

Share

અંકલેશ્વર
અંકલેશ્વર તાલુકાનાં ભરણ ગામની સીમમાં તળાવ પાસેની ખુલ્લી જગ્યામાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂન કટીંગ કરતાં ઝડપી લઇ મારૂતી સ્વીફ્ટ કારમાં થી તથા જમીન ઉપર મુકેલ વિદેશી દારૂના કુલ બોક્ષ નંગ-૧૪૦ સહીત કુલ રૂપીયા ૧૭,૧૬,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ભરૂચ કાઇમ બ્રાન્ચ એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભરૂચ જીલ્લામાં રાજ્યમાં વીવીઆઆપી. ની આવન જાવન અને આગામી ઉત્તરાયણ નાં તહેવારમાં જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃત્તિ સાથે ભુતકાળમાં સંકળાયેલ બુટલેગરો ઉપર સતત વોચ રાખવા તથા જીલ્લામાં થી પસાર થતા હાઇવે ઉપર પેટ્રોલીંગ રાખવા, શંકાસ્પદ વાહનો ચેક કરવા વિગેરે કામગીરી હાથ ધરવા સુચના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ પોલીસ ઇન્સપેક્ટર એમ.પી. વાળા નાં માર્ગદર્શન હેઠળ એલસીબી. ટીમ નાં પો.સ.ઇ. વી.પી. મલ્હોત્રા, અહેકો. વિશાલભાઇ, અહેકો. શ્રીપાલસિંહ, તથા પોકો. વિજયભાઇ મુધવા, પોકો. તગ્દિરસિંહ અને પોકો. વિજયભાઇ વગેરે પાનોલી પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે અંકલેશ્વર તાલુકાનાં ભરણ ગામની સીમમાં તળાવ પાસે ખુલ્લી જગ્યામાં ભારતીય બનાવટનાઊ વિદેશી દારૂનાં થ‌ઇ રહેલા કટિંગ કરતી વખતે જ સફળ રેઇડ કરીને ગુનાનાં સ્થળે થી એક મારૂતી સ્વિફ્ટ કાર નંબર જીજે.-૦૫-જેએલ.-૦૩૩૫ માં થી તથા કારની આજુ બાજુ માં જમીન ઉપર ભારતીય બનાવટનાં વિદેશી દારૂના બોક્ષ મળી કુલ બોક્ષ નંગ-૧૪૦ કુલ બોટલ નંગ-૫૩૪૦ કિંમત રૂપીયા ૧૫,૧૬,૫૬૦/- નો પ્રોહી. નો જથ્થો અને મારૂતી સ્વીફ્ટ કાર મળી કુલ કિંમત રૂપીયા ૧૭,૧૬,૫૬૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ફોરવ્હીલ કાર નો અજાણ્યો ચાલક તથા વિદેશી દારૂ મોકલનાર/મંગાવનાર અજાણ્યા આરોપી ઇસમો ને વોન્ટેડ જાહેર કર્યા હતા. અને તેઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટની સલગ્ન કલમ મુજબ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : ઝાડેશ્વર વિસ્તારમાં શોર્ટ સર્કિટ થતાં 10 જેટલા વીજમીટર ફૂંકાયા.

ProudOfGujarat

અમદાવાદ ઇન્દોર ક્રોસીંગ પર ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત

ProudOfGujarat

હાંસોટ તાલુકા પંચાયત ખાતે આયુષ્યમાન ભવ: ૦.૩ પ્રોગામ લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!