Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયાનાં ડહેલી ગામ ખાતે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ…

Share

ભરૂચનાં વાલિયાનાં ડહેલી ગામમાં ખૂંખાર દીપડો ઘૂસી જતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચનાં વાલિયામાં અવારનવાર દીપડો દેખા દે છે ત્યારે આજે ફરી એક વખત દીપડા જોવા મળ્યો હતો. દીપડાને જોતાં અહીંનાં ગ્રામજનોમાં ભારે ભયની લાગણી પ્રસરી જવા પામી છે.

વાલિયાનાં ડહેલી ગામનાં ખેતરમાં ચારે તરફ તારનું ફીનીસીંગ કરેલ હોય જે તારમાંથી દીપડો બહાર નીકળવાની કોશિશ કરતાં ફસાઈ ગયો હોય આથી વાલિયા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. દીપડાનાં આતંકે સમગ્ર ગામમાં ભય ફેલાયો છે.

અહીં નોંધનીય છે કે વાલિયા ગામમાં આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. આ બનાવ બાદ ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગનાં અધિકારીઓએ દ્વારા દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં જુનાટોઠીદરા ગામે જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપાયા.

ProudOfGujarat

રાજપીપળા પાલિકાનાં કર્મચારીઓ દ્વારા મનમાની અમુક દુકાનદારોને ખોટી રીતે હેરાન કરી દંડ વસુલાતો હોવાની બુમ.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat
error: Content is protected !!