Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શેર બજારમાં ટીપ્સના બહાને ગઠિયાએ એકાઉન્ટની વિગતો લઈ ૧૦ લાખનું ટ્રાન્ઝેક્શન કર્યુ

Share

ભરૂચ હિન્દ ટ્રેડર્સના સંચાલકની પત્ની સાથે ઓનલાઈન છેતરપિંડી
ભરૂચ
ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલી પ્રિતમનગર સોસાયટીમાં રહેતાં છાયાબેન ચંદ્રભાન સેજવાણીના પતિ સ્ટેશન રોડ પર હિન્દ ટ્રેડર્સ નામની દુકાન ચલાવે છે. જયારે તેઓ અને તેમના પતિ તેમની દુકાની કમાણીમાંથી તેમના એન્જલ વન નામની એપમાં શેર બજારમાં રોકાણ પણ કરે છે. ગત ૩ ઑક્ટોબરના રોજ તેમના મોબાઈલ પર એક શખ્સનો ફોન આવ્યો હતો. જેમાં ટ્રુ કોલરમાં તેનું નામ પ્રશાંત પાટીલ લખેલું જણાયું હતું. તેણે જણાવ્યું હતું કે, તે શેરમાર્કેટમાં બ્રોકર તરીકે કામ કરે છે. અને કાં શેરમાં હાલમાં રોકાણ કરવું જોઈએ તેની ટીપ પણ આપે છે.
જોકે, તેમણે જે તે સમયે તેમને કોઈ ટીમ જોઈતી નથી કહીં ફોન કાપી નાંખ્યો હોત. બાદમાં ૯ ઓક્ટોબરે તેણે પુનઃ ફોન કર્યો હતો, જેથી તેમણે તેને હાળમાં ટાટા મોટર્સના શેર બાબતે કોઈ ટીપ્સ હોય તો કહેજો તેમ કહેતાં પ્રશાંતે તેમને તમે ચિંતા ન કરો મને તમારો પોર્ટફોલીયો બતાવો તેમ કહેતા તેના પર વિશ્વાસ કરીને તેમણે એન્જલ વન એકાઉન્ટનો પીન નંબર તેમને આપ્યો હતો. જે બાદ તેણે ૯ ઓક્ટોબરથી ૧૩ ઓક્ટોબર સુધીના સમયમાં તેમના એકાઉન્ટથી અલગ અલગ કોલ-પુટ વડે ઈન્ટ્રા-ડે રમીને કુલ ૧૦ લાખનું ટ્રાન્જેક્શન કર્યાનું માલુમ પડયું હતું. જેથી તેમને એન્જલ વનમાં ફોન કરતાં તેમણે તેમાં તેમની કોઈ જવાબદારી રહેતી ન હોવાનું જણાવતાં તેમણે આખરે પ્રશાંત પાટીલ સામે તેમના એકાઉન્ટનો દુરઉપયોગ કરી કુલ ૧૦ લાખનું ટ્રાન્જેક્શન કરી ઠગાઈ કર્યા સબબની સી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

છોટાઉદેપુર : એસ.ડી.આર.એફની ટીમે માનવતા મહેકાવી, નવીનગરીના બિમાર વ્યક્તિને ખાટલામાં સુવડાવી રેસ્કયુ કર્યું.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના કબીર ગામની સીમમાં ખેતરમાં દવા છાંટી હોવાનું કહેતા પશુ પાલક સહીત ૧૦ કરતા વધુના ટોળોનો ખેડૂત પરિવાર ઉપર હુમલો.ઈજાગ્રસ્તને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા…

ProudOfGujarat

અંકલેશ્વર:આનંદ શાળા પ્રોજેક્ટના ભાગરૂપે જે સાંઈ મિશન હેપીનેસ દ્વારા નોટબુક,પેન્સિલનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!