Proud of Gujarat
FeaturedGujaratINDIA

108 એમ્બ્યુલન્સ કરજણના કર્મીઓએ પ્રમાણિકતાની જ્યોત જીવંત રાખી…

Share

૧૦૮ કરજણના કર્મીઓએ પ્રમાણિકતાની જ્યોત જીવંત રાખી ઍક ઉદાહરણીય કાર્ય કર્યું હતું. ગતરાત્રીના ૧૨ કલાકે ઍક બેનને હલદરવા પાસે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી જતું રહ્યું હતું. જેની 108 કરજણને વર્ધી મળતાની સાથે ફરજ પર હાજર ઈ. એમ. ટી. ભરતભાઈ ચૌધરી અને પાઇલોટ વિરલભાઈ પટેલ ધટના સ્થળે પહોંચ્યા ત્યારે એક બેન રોડની બાજુમાં પડેલા હતા.

એક્ટિવા સાથે બેભાન હાલતમાં ઇજાગ્રસ્ત બેનને ૧૦૮ ના કર્મીઓએ એમ્બ્યુલન્સમાં સારવાર આપી પછી તેઓના ઘરનો સંપર્ક કરી અને તેઓ પાસેથી મળેલા રૂપિયા 75,900 રોકડા અને એક્ટિવાની ચાવી એમનાં સ્વજનો હોસ્પીટલમાં હતા. તેઓને પરત કરી પ્રમાણિકતાની જ્યોત જલાવી હતી. ઇજાગ્રસ્ત બેનના સ્વજનોએ પ્રમાણિકતા દાખવનાર 108 ના ઈ. એમ. ટી . ભરત ભાઈ રવજી ભાઈ ચૌધરી પાઇલોટ વિરલ ભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો…

Advertisement

Share

Related posts

આજે વિશ્વ હૃદય દિવસઃ દર્દીઓમાં હૃદયરોગનું સૌથી મોટું કારણ તમાકુનું વ્યસન..

ProudOfGujarat

પંચમહાલ LCBએ હમીરપુર રોડ પાસે ટ્રકમાંથી ૧૩ ગૌવંશોને બચાવી લીઘા.

ProudOfGujarat

ઉત્તરપ્રદેશ નાં સાંસદ ની ભૃગુનગરી (બલિયા) થી ભૃગુતીર્થ (ભરૂચ) સુધીની આધ્યાત્મિક યાત્રા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!