Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શખ્સના મોબાઈલમાં ઓટીપી આવ્યો ને મોબાઈલ હેંગ થઈ ગયો, તપાસ્યુ તો ખાતામાંથી ૩.૩૦ લાખ છુ

Share

ભરૂચના પાનના દુકાન સંચાલક સાથે ઓનલાઈન ઠગાઈ
ભરૂચ
ભરૂચના કોલેજ રોડ પર આવેલાં પાર્થ નગર ખાતે રહેતાં વિજય અતુલ બાખલકીયા ભોલાવ ડેપોની સામે મોગલ પાનની દુકાન ચલાવે છે. તેમના મોબાઈલ પર ગત ૧૨મી સપ્ટેમ્બરના રોજ એક HOUSNG ઓટીપી આવ્યો હતો. તેઓ કાંઈ સમજે તે પહેલાં તેમનો મોબાઈલ અચાનક હેંગ થવા લાગ્યો હતો.જે બાદ બીજા દિવસે તેમના એકાઉન્ટમાંથી ૯,૯૯૯ રૂપિયા ડેબીટ થયાં હોવાનો મેસેજ આવતાં તેમણે તુરંત તેમની બેન્કની પાસબુક લઈને બેન્ક ઓફ બરોડા ખાતે પહોંચી તેમના એકાઉટની એન્ટ્રીઓ તપાસતાં તેમના ખાતામાંથી યુપીઆઈના માધ્યમથી કુલ ૩.૩૦ લાખની રકમની અલગ અલગ ટ્રાન્જેકશનમાં ઉપડી ગયાં છે. જેથી તેમણે જણાવ્યું હતું કે, તેઓ તે એકાઉન્ટનો ઉપયોગ ક્યારેય યુપીઆઈ એપ કે વોલેટમાં કર્યો નથી. જેથી તેમનો એકાઉન્ટનો ઉપયોગ કોઈ ગઠિયાએ તેમની જાણ બહાર કરીને તેમના ખાતામાંના રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી તેમની સાથે ઠગાઈ કરી હોવાનું માલુમ પડયું હતું. બનાવને પગલે તેમણે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat

સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ભરુચ જીલ્લા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

ભરૂચ : બે સાયકલિસ્ટની અવનવી સફર, સામાજિક હેતુસર સાયકલ યાત્રા કરી…જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!