Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર ખાતે કાર ચાલકે બાઈક સવાર 2 ભાઈઓને અડફેટમાં લેતા બંનેના મોત.

Share

અંકલેશ્વરના પ્રતિન ઓવર બ્રિજ નીચે ગત રાત્રીના નેશનલ હાઇવે નંબર 48 પરથી એક બાઈક પર પસાર થતાં સાઢુ ભાઈઓને એક તેજ રફતાર આવતા કાર ચાલકે અડફેટમાં લીધા હતાં. જેમાં એક ઇસમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે બીજા ઇસમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે કાર ચાલક સ્થળ પરથી પલાયન થઈ ગયો હતો. આ મામલે અંકલેશ્વર GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના વડ ફળિયામાં રહેતા ચીમન સોમાભાઈ વસાવા અને તેમના મનીષ માધુભાઈ વસાવા બંનેય સંબંધમાં સાઢુ ભાઈઓ થાય છે. તેઓ ગત રાત્રીના મંગળવારના રોજ 10 વાગ્યાના અરસામાં પોતાની મોટર સાયકલ લઈને અંકલેશ્વરના પ્રતિન ઓવર બ્રિજ નીચે નેશનલ હાઈવે નંબર 48 ઉપરથી સુરત તરફ જઈ રહ્યા હતાં. આ સમય દરમિયાન એક હુંડાઈ કારના ચાલકે ફૂલ ઝડપે અને ગફ્લત ભરી રીતે હંકારી લાવીને મોટર સાયકલ પરથી જતા બંનેય બાઈક સવારને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે આજુબાજુથી પસાર થતાં વાહન ચાલકો દોડી આવ્યા હતા.

Advertisement

અકસ્માત એટલો ભયંકર હતો કે, બાઈક કારની આગળના બંપ્પર તોડીને અંદર ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં બાઈક ચાલક બંને સાઢુ ભાઈઓ રોડ ઉપર પટકાતા એક ઈસમ ચીમન વસાવાને શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે મનીષ વસાવાને પગમાં અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે અકસ્માતના કારણે ગભરાઈ ગયેલો કાર ચાલક સ્થળ કાર મૂકીને ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર GIDC પોલીસ મથકનો પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવી અકસ્માત મોતનો ગુનો નોંધીને ફરાર કાર ચાલકને ઝડપી પાડવાની કવાયાત હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ જિલ્લાનાં ૧૦૮ ઇમરજન્સીનાં મુસ્લિમ કર્મચારીઓ રમઝાન માસમાં પણ ફરજ બજાવવા કટિબદ્ધ પોતાના કાર્ય સ્થળે જ સમય મળયે નમાજ અદા કરે છે.

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ગ્રા.પંચાયતની ચુંટણીમાં સરપંચના ૧૨૪ – સભ્યોના ૮૭૭ ઉમેદવારો મેદાનમાં

ProudOfGujarat

નર્મદામાં રોજ મરતા  લોકોનાં મૃત્યુનાં આંકડાનાં સમાચાર લખતા પત્રકારોની કલમ ધ્રુજે છે ! રાજપીપળાની કોવિડ હોસ્પિટલ શું ડેથ સેન્ટર બની ગયું છે..!!?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!