Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ડૉ. બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચનાં કોંગ્રેસી કાર્યકરોએ દેશનાં બંધારણનાં ઘડવૈયા ડૉ.બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી.

આ તકે ભરૂચ કોંગ્રેસી આગેવાન સંદીપ માંગરોલાએ જણાવ્યુ હતું કે ડૉ.બાબા સાહેબ આંબેડકરે દેશમાં સ્વતંત્રતા બાદ સમગ્ર દેશવાસીઓને સમતા, સમાનતા અને સ્વતંત્રતા મળી રહે તે માટે સર્વને માટે બંધારણ ઘડયું હતું. આજે ડૉ.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસી કાર્યકરોએ નારા લગાવી તેમને યાદ કરી તેમની પ્રતિમાને હારતોરા કર્યા હતા. સદર કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપ માંગરોલા, વિકી શોખી, હેમેન્દ્ર કોઠીવાલા, સમસાદ અલી સૈયદ, ઇબ્રાહિમ કલકલ અને જયોતિબેન તડવી સહિતનાં આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પરમહંસ આર્ટના યુવા કલાકાર કિશન શાહની અનોખી શિવભક્તિ.

ProudOfGujarat

ઝઘડિયાના નવી તરસાલી ગામે લાગેલ આગમાં નવ જેટલાં લોકો દાઝયા.

ProudOfGujarat

છોટાઉદેપુરમાં 11 કરોડની જિલ્લા પોલીસવડાની કચેરી બનાવી છતાં ભાડાના મકાનમાં કામ ચલાવે છે !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!