Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની અમરાવતી નદીમાં મેડિકલ વેસ્ટ ઠાલવાતા ખળભળાટ…

Share

અંકલેશ્વરમાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા અમરાવતી નદીમાં મેડિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો.

આ બનાવની મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાની અમરાવતી નદીમાં કોઈ અજાણ્યા શખ્સોએ મેડિકલ વેસ્ટ ઠાલવ્યો હોવાની વિગતો સાંપડી છે. આ ઇસમો દ્વારા હાઇવે પર મોતાલી બ્રિજ નીચે અમરાવતી નદીમાં મેડિકલ વેસ્ટ નાંખી ગુનાહિત કૃત્ય આચરેલ હોય આ બાબત અત્યંત નિંદનીય છે. અમરાવતી નદીનાં કાંઠે મેડિકલ વેસ્ટ ઠાલવનારાઓની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ આ વિસ્તારનાં રહેવાસીઓએ કરી છે.

અહીં નોંધનીય છે કે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવ્યું છે, લોકો કચરો ગમે ત્યાં ન ફેંકે તેની તકેદારી રાખવી પરંતુ આજે
અમરાવતી નદીમાં આ મેડિકલ વેસ્ટનો કચરો ઠાલવવામાં આવવાથી તેના દ્વારા પ્રદૂષણ ફેલાવવાની શકયતા રહેલી છે જેથી આ અંગે તપાસ કરવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

Advertisement

Share

Related posts

ગોધરા- હોળી પર્વને લઇને બજારમાં ચહલ પહલ,ધાણી-હારડા ખજૂરની ખરીદી

ProudOfGujarat

અંકલેશ્વર : ઇદે મિલાદુન્નબી તહેવારની સાદગીથી ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકામાં આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે તાપી – કરજણ પાઈપલાઈન ઉદવહન સિંચાઈ યોજના અને સૈનિક શાળાનું ખાર્તમુહૂર્ત મા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!