Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં વહેલી તકે RTPCR લેબ શરૂ કરવા કોંગ્રેસનાં સંદીપ માંગરોલાની માંગણી.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીમાં મૃત્યુ આંક સતત ઊંચો જાય છે. સંક્રમિત દર્દીઓની સંખ્યાઓમાં પણ વધારો થતો જાય છે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં સંદીપભાઈ માંગરોલા દ્વારા તાજેતરમાં લેખિતપત્ર ભરૂચ જિલ્લા કલેકટરને, આરોગ્ય શાખાને પાઠવવામાં આવ્યો હતો, આ લેખિતપત્રનાં જવાબમાં સરકારી તંત્ર દ્વારા ભરૂચમાં RTPCR સેન્ટર શરૂ કરવાની વાત હતી તેમ છતાં ભરૂચમાં હજુ સુધી RTPCR લેબની શરૂઆત કરવામાં આવી નથી.

આ તમામ મુદ્દાઓની કોંગ્રેસનાં કાર્યકર સંદીપભાઈ માંગરોલા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવતા ભરૂચમાં કોઇ RTPCR સેન્ટરની લેબ શરૂ કરાઇ નથી.

ઉપરાંત ગૂગલ ડ્રાઈવમાં જે બેડની સંખ્યા દર્શાવવામાં આવે છે તે કોઈ યોગ્ય અને અપડેટેડ માહિતી હોતી નથી, જેમાં ઓક્સિજન બેડ, નોન ઓક્સિજન બેડ, વેન્ટિલેટર સહિતની માહિતી ઉપલબ્ધ હોય છે તે માહિતી કોવિડ હોસ્પિટલની સિવિલમાં સાચી આપવામાં આવતી નથી તેમજ ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે માં કાર્ડ ધારકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે, સરકારી નક્કી કરેલ ટ્રીટમેન્ટનાં દર મુજબ કોઈ ખાનગી હોસ્પિટલમાં ચાર્જ લેવામાં આવતું નથી, ખાનગી હોસ્પિટલનાં ડોકટરો ત્રણ ગણું ચાર્જ વસૂલે છે.

Advertisement

ભરૂચ જીલ્લામાં કોવિડ-19 માં મૃત્યુ પામતા લોકોની માહિતી આરોગ્ય ખાતા દ્વારા છુપાવવામાં આવે છે. સ્મશાનમાં કે કબ્રસ્તાનમાં આવતા મૃતદેહો કરતાં સરકારી ચોપડે નોંધાતા આંકડામાં અત્યંત ભેદભાવ હોય છે. ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ ખુલ્લી પડી છે. કોરોના સંક્રમણ અને મૃત્યુદરમાં કોઈ ઘટાડો થતો નથી. ભાજપ સરકાર દ્વારા ખોટા આંકડાની માયાજાળ બતાવવામાં આવે છે. આ તમામ બાબતોનો વિરોધ કરી ભરૂચની પ્રજાને કોરોનાથી રાહત આપવા અને સરકાર દ્વારા લોકોને યોગ્ય દવાઓ વિતરણ સહિતની કામગીરી કરવામાં આવે તેવી કોંગ્રેસી કાર્યકરોની માંગણી છે.


Share

Related posts

રાજપીપળા : સાગબારા પો.સ્ટે.ના ગુનાના કામના નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

ProudOfGujarat

નડિયાદના સાગર એવન્યુ એપાર્ટમેન્ટમાં મોબાઇલ ટાવર ન નાંખવાની માંગ સાથે જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ભરૂચમાં આવેલ સાધના વિદ્યાલય ખાતે સાયન્સ વિભાગ બંધ કરી વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં એડમિશન લેવાનું કહેવાતા ઉઠયાં વિરોધનાં સુર, જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!