Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાનાં ભુમલીયા ગામે જુગારની રેડ, ત્રણ જુગારીઓ ઝડપાયા, ત્રણ વોન્ટેડ.

Share

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાના ભુમલીયા ગામે જુગારની રેડ કરતા દોડધામ મચી જવા પામી છે. જેમાં ત્રણ જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા હતા જ્યારે ત્રણ વોન્ટેડ જાહેર કરાયા છે. આ અંગે કેવડીયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ 6 ઈસમો સામે ફરિયાદ કરી છે. આ જુગારીયાઓએ કોરોના વાયરસ અંગેના જાહેરનામા ભંગ કરતા તે ગુનો પણ નોંધાયો છે.

જેમાં ફરિયાદી એએસઆઇ પ્રવીણસિંહ પ્રભાતસિંહ કેવડિયા પોલીસે આરોપી નરેન્દ્રભાઈ અરૂણભાઇ તડવી, રેવાભાઇ હિંમતભાઈ તડવી, દલસુખભાઈ મોજનભાઈ તડવી ત્રણે (રહે, ભુમલીયા ) તથા વોન્ટેડ ધર્મેન્દ્રભાઈ જેસલભાઈ તડવી, શૈલેષભાઈ પ્રભુભાઈ તડવી, શનાભાઈ ગોવિંદભાઈ તડવી ત્રણે (રહે,ભુમલીયા) સામે ફરિયાદ કરી છે.

Advertisement

ફરિયાદની વિગત મુજબ આરોપીઓ પોતાના આર્થિક ફાયદા સારુ પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રમાડતા અંગજડતીમાંથી રોકડા રૂ. 770 /- તથા દાવ પરના રોકડા રૂ. 300/- મળી કુલ રૂ.1070/- ના જુગારના મુદ્દામાલ સાથે જાહેરમાં રમી રમાડી કોરોના વાયરસના જાહેરનામાનો ભંગ કરી પકડાઈ જતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા


Share

Related posts

મૌની રોય, આલિયા ભટ્ટ, રશ્મિકા મંડન્ના અને તમન્ના ભાટિયા ચાર સેલિબ્રિટી સ્ટાઇલ ચીટ કોડ ઓફર કરે છે જે દરેક વખતે કામ કરે છે.

ProudOfGujarat

ઝધડીયા પોલીસ જાપ્તામાંથી બાઇક ચોરીનો આરોપી ફરાર.

ProudOfGujarat

ભરૂચ મનરેગા કૌભાંડ : કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં પ્રભાવી મંત્રીની ભુમિકા સામે આશંકા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!