Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામનાં સરકારી દવાખાના પર આર.એસ.એસ દ્વારા દર્દીઓને ચા-બિસ્કીટ, ઉકાળો, નાસ્તાનું વિતરણ કરાયું.

Share

ઉમરપાડા તાલુકાના કેવડી ગામના સરકારી દવાખાના ખાતે આર.એસ.એસ. ના સ્વયંસેવકોએ દર્દીઓને ચા-બિસ્કીટ, ઉકાળો અને નાસ્તાનું વિતરણ કરી કોરોના કાળમાં માનવતા મહેકાવી છે.

હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાએ ભરડો લીધો છે. કેવડી ગામ સહિત આસપાસના વિસ્તારમાં કોરોનાને કારણે લોકડાઉન ચાલી રહ્યુંછે. આવા સંજોગોમાં વેપારી મથકના કેવડી ગામે સરકારી દવાખાનામાં સારવાર લેવા સ્થાનિક તેમજ દેડીયાપાડા સહિત અન્ય તાલુકાના દર્દીઓ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે. કેવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ભાવેશભાઈ મિસ્ત્રી અને આરોગ્ય વિભાગનો સ્ટાફ રાત-દિવસ દર્દીઓને સારવાર આપી રહ્યા છે. ત્યારે ઉમરપાડા તાલુકાના આર.એસ. એસ.ના સ્વયંસેવકોએ લોક સહયોગથી મોટી સંખ્યામાં સારવાર લેવા આવતા દર્દીઓને માસ્ક, સેનેટાઈઝર તેમજ ચા બિસ્કીટ, ઉકાળો અને મગના નાસ્તાનું વિતરણ કરી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ જણાવ્યું કે આ કપરા સંજોગોમાં અમે સતત પાંચ દિવસ કેવડીગામની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા તમામ દર્દીઓની સેવા કરવાનો સંકલ્પ લીધો છે.
ઉત્સાહપૂર્વક તમામ સ્વયંમ સેવકોએ આજે સેવા કાર્યોના પ્રારંભ કર્યો છે.

Advertisement

વિનોદ મૈસુરીયા, વાંકલ.


Share

Related posts

રાજપીપળા : SOU પર ૩ દિવસની રજાનું મિનિવેકેશન માણવા માનવ કીડીયારું ઉભરાયું.

ProudOfGujarat

નડિયાદમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નશા મુક્ત સપ્તાહ ઉજવણી કરાઈ

ProudOfGujarat

નડિયાદ : હળદરના સેમ્પલ ફેલ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા સબસ્ટાન્ડર્ડ તથા અનસેફ ફૂડ સામે કાર્યવાહી કરાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!