Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : હળદરના સેમ્પલ ફેલ નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી દ્વારા સબસ્ટાન્ડર્ડ તથા અનસેફ ફૂડ સામે કાર્યવાહી કરાશે

Share

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા જણાવવામાં આવે છે કે ગત તારીખ ૧૦ એપ્રિલ ૨૦૨૩ રોજ નડિયાદમાં આવેલી દેવ સ્પાઈસીસ મીલ રોડ, નડિયાદમાંથી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયે લીધેલ નમુનાઓ (૧) હળદર પાવડર અને (૨) પ્રીમીક્ષ ટરમેરીક મસાલા ધારાધોરણ મુજબના ન હોવાનુ માલુમ પડેલ છે. જે નમુનાઓ સબસ્ટાન્ડર્ડ ફુડ જાહેર થયેલ છે. તથા એલ્ડટરન્ટ તરીકે લીધેલ ઓલીઓરેસીન તથા સ્ટાર્ચ પાવડર તથા બ્રોકન રાઈસ (ચોખા કણકી)ની હાજરી ઉપરોક્ત ખાધ્યચીજમાં જણાઈ આવેલ છે. આ બાબતે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમજ તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૩ રોજ નડિયાદ ગ્રામ્યમાં આવેલી શ્રી સદગુરૂ સેલ્સ કોર્પોરેશન, મુ.પો. કમળા તા.નડિયાદમાંથી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અન્વયે લીધેલ નમુનાઓ (૧) તીખા મરચા પાવડર (૨) કાશમીરી મરચા પાવડર (૩) આચાર મસાલા (૪) હળદર પાવડર અને (૫) ધાણા પાવડર ધારાધોરણ મુજબના ન હોવાનુ માલુમ પડેલ છે. જે નમુનાઓ અનસેફ ફુડ જાહેર થયેલ છે તથા એલ્ડટરન્ટ તરીકે લીધેલ રાઈસ હસ્કની હાજરી ખાધ્યચીજ તીખા મરચા પાવડર, કાશમીરી મરચા પાવડર તથા ધાણા પાવડરમાં જણાઈ આવેલ છે, આ બાબતે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર- 23 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો…

ProudOfGujarat

વડોદરાની અજબડી મિલ કમ્પાઉન્ડમાં મુકેલ કારમાં આગ લાગતાં અફરાતફરી.

ProudOfGujarat

સુરત જિલ્લામાં બે દિવસ પડેલા કમોસમી માવઠાને લીધે ડાંગર શાકભાજીના પાકને મોટું નુકસાન .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!