Proud of Gujarat
FeaturedGujaratINDIA

તિલકવાડા તાલુકાનાં પીંછીપુરા ગામમાં અશ્વિની નદીનાં કિનારે મગરે 8 વર્ષની બાળકીને ફાડી ખાતા ચકચાર.

Share

રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામે નદીના કિનારે કપડાં ધોઈ રહેલી જનેતાની નજર સામે એક મગરે એની 8 વર્ષની બાળકીને ફાડી ખાવાની ઘટનાએ ચકચાર જગાવી છે. 8 કલાક બાદ વન વિભાગે નદીમાંથી બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો, ત્યારબાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નાની કડાઈ ગામનો એક પરિવાર તિલકવાડા તાલુકાના પીંછીપુરા ગામે ખેતમજૂરી કરવા આવ્યો હતો એ પરિવારની મહિલા પોતાની 8 વર્ષની દીકરી પાયલ જેન્તિભાઈ ડુંગરાભીલને લઈ નજીકની અશ્વિની નદીના કિનારે કપડાં ધોઈ રહી હતી એ દરમિયાન જોતા જોતામાં જનેતાની નજરની સામે નદીમાંથી બહાર આવેલો મહાકાય મગર 8 વર્ષની બાળકી પર હુમલો કરી પાણીમાં ખેંચી ગયો હતો. દરમિયાન જનેતાએ ચિચિયારીઓ પાડતા આસપાસના લોકો ત્યાં એકત્ર થઈ ગયા હતા.

તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારી વિક્રમસિંહ ગભાણીયા સહીતની ટિમો ઘટના સ્થળ પર દોડી આવી હતી. લગભગ 7-8 કલાકની મહેનત બાદ આખરે બાળકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદ બાળકીના મૃતદેહને તિલકવાડા સરકારી હોસ્પિટલ પર પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો હતો. બીજી બાજુ ગામ લોકોનું કહેવું છે કે આ નદીમાં 7 થી 8 મગર રહે છે. આગળ પણ આવા બનાવો બની ચૂકયા છે તો ફોરેસ્ટ વિભાગ મગરોને જલ્દી પકડે એવી ગામ લોકો માગ કરી રહ્યાં છે.

Advertisement

વન વિભાગના અધિકારી વિક્રમસિંહ ગભાણીયાના જણાવ્યા મુજબ મગરે જ્યાં ઈંડા મુક્યા હતા ત્યાં બાળકીને ખેંચી ગયો હતો, આટલો બધો સમય પાણીમાં રહેવાથી બાળકીનું મૃત્યુ થયું છે. મગરે બાળકીના પગ અને હાથ પર ઈજા કરી છે. અમારી ટીમોએ નદીની આસપાસ પિંજરાઓ મૂકી બીજા મગરોને પકડવાની તજવીજ હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

મધ્યપ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં વધુ 1 ચિત્તાનું મોત, છેલ્લા 4 મહિનામાં 8 ચિત્તાના મોત

ProudOfGujarat

ઝધડીયા 108 એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા દરિયા ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં લઇ જતા રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે તાલુકા પંચાયત પ્રમુખના નિવાસ સ્થાને નવા કાર્યાલયને ખુલ્લુ મુકાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!