Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકામાં વિવિધ સમિતિનાં ચેરમેનની વરણી કરાઇ.

Share

ભરૂચ જીલ્લામાં નગરપાલિકામાં વિવિધ સમિતિનાં ચેરમેનની વરણી કરવામાં આવી હતી જેમાં કુલ 13 સમિતિનાં ચેરમેનની નિમણૂક કરવાની હોય છે.

ભરૂચ નગરપાલિકાનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર વિવિધ સમિતિઓમાં ચેરમેનની વરણી કરવાની હોય આ વર્ષે શહેરોમાં ચહેરાઓ રિપીટ કરવાને બદલે ભરૂચ નગરપાલિકાની વિવિધ સમિતિઓમાં નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં કારોબારી સમિતિનાં ચેરમેન તરીકે નરેશભાઇ સુથારવાલા, ફાયનાન્સ એન્ડ ટેક્ષેશન સમિતિમાં તિનેશભાઈ મિસ્ત્રી, કાયદા સમિતિમાં વિશાલ વસાવા, ફાયર એન્ડ મોટર ગેરેજ સમિતિમાં ચેતન રાણા, સમાજ કલ્યાણ સમિતિમાં શિલાબેન વણકર, એસ્ટાબ્લીસ મેન્ટ સમિતિમાં અંજનાબેન ઝાલા, લાઇટ સમિતિમાં પ્રવીણભાઈ પટેલ, સેનેટરી સમિતિમાં ચિરાગભાઈ ભટ્ટ, શોપ્સ એન્ડ એસ્ટાબ્લીસ મેન્ટ સમિતિમાં અક્ષય પટેલ, મેડિકલ સમિતિમાં વિશ્રુતિબેન દૂધવાલા, વોટર વર્કસ એન્ડ ગટર સમિતિમાં હેમેન્દ્રભાઈ પ્રજાપતિ, પબ્લિક વર્કસ સમિતિમાં હેમુબેન પટેલ, બાગ-બગીચા, રમત-ગમત- સાંસ્કૃતિક સમિતિમાં ભારતિબેન વસાવાની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. આ નિમણૂકને ભરૂચ નગરપાલિકાનાં તમામ સભ્યોએ આવકારી છે.

Advertisement

Share

Related posts

નેશનલ હાઇવે પર સાંકરદા પાસે જી.એસ.ટી ચેકિંગ દરમિયાન સફેદ પાઉડરની આડમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

રાજપીપળા : કેવડિયા ખાતે નિર્માણ થઇ રહેલા રેલવે સ્ટેશનમાં સ્થાનિકોને રોજગારીની તકો આપવા માટે સાંસદની ગુહાર : કેન્દ્રીય રેલ મંત્રીને પત્ર લખ્યો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ ઝુંબેશને મળી સફળતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!