Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચયુ ઓફ યુનીટીનાં બસ ડ્રાઇવરની બેદરકારી ચાલુ બસે ફોન પર વાત કરી મોટર સાઇકલ સાથે બસ અથાડી અકસ્માત કરતા બે ને ગંભીર ઇજા.

Share

રાજપીપલા : સ્ટેચયુ ઓફ યુનીટીના બસ ડ્રાઇવરે ચાલુ બસે ફોન પર વાત કરી બેફિકરાઈથી બસ હંકરતા મોટર સાઇકલ સાથે બસ અથાડી અકસ્માત કરતા બે ને ગંભીર ઇજા થવા પામી છે. આ અંગેની અકસ્માત ગુનાની ફરિયાદ કેવડિયા પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં ફરિયાદી ચંપકભાઇ કોયજીભાઇ તડવી (રહે-નવાગામ મંદિર ફળિયુ તા-ગરૂડેશ્વર જી-નર્મદા) એ આરોપી બસ નંબર જીજે રર યુ ૨૭૦૫ ના ચાલક સામે ફરિયાદ કરી છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપી સ્ટેચ્યુ ઓફ યુનીટીની બસ રજી.નંબર GJ-22-2705 ના ચાલકે પોતાના કબ્જા ભોગવટાની બસ મોબાઇલ પર વાત કરતા કરતા પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યા હતા ત્યારે ફરીયાદીની મોટર સાઇકલ નંબર GJ-22-J-3679 ને પાછળથી ટક્કર મારી
આગળના બોનેટના ભાગેથી મોટર સાઇકલ સહીત ફરીયાદી ચંપકભાઇ કોયજીભાઇ તડવી (૨) કપિલાબેન ચંપકભાઇ કોયજીભાઇ તડવી (રહે. નવાગામ ) ને રોડ પર ધસડીને ફંગોળી દઈ અકસ્માત કરતા ફરીયાદીને બંને પગના ઘુંટણના ભાગે, બંને હાથની કોણીના ભાગે તેમજ કપાળના ભાગે ઇજાઓ થવા પામી હતી તથા મોટર સાઇકલ પાછળ બેઠેલ કપિલાબેનને જમણા હાથે પંજામા તથા કાંડાના ભાગે તથા જમણી બાજુ પીઠના ભાગે છોલાઇ જતા તેમજ જમણા પગે ઘુટણના ભાગે તેમજ માથાના પાછળના ભાગે ઇજાઓ થવા પામી હતી. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરત નજીક કોસંબા નજીકથી અમદાવાદની સી.આઇ.ડી ક્રાઇમની ટીમે આજરોજ ઓચિંતા દરોડા પાડી ક્રુડ ઓઇલ ચોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

ProudOfGujarat

વડોદરામાં સયાજી હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેરને અનુલક્ષીને પ્રસુતિ વિભાગ સજ્જ.

ProudOfGujarat

400 જવાનો સાથે અમદાવાદ પોલીસની મેગા રેડ, દારુના અડ્ડા પકડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!