Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતમાં ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો કરાયો

Share

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ફિક્સ પે કર્મચારીઓની લાંબા સમય જૂની પગાર વધારાની માંગ પર વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકારે રાજ્યના ફિક્સ પે કર્મચારીઓને દિવાળી પહેલા જ 30 ટકા પગાર વધારાની ભેટ આપી છે. છેલ્લા કેટલાય સમયથી ફિક્સ પે કર્મચારીઓ પગારવધારા માટે માંગ કરી રહ્યા હતા.

ફિક્સ પે કર્મચારીઓ દ્વારા ફિક્સેશન હટાવવા માટે કોર્ટ પ્રક્રિયા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં આ અંગે કાર્યવાહી ચાલી રહી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે મુદત આપી છે ત્યારે રાજ્ય સરકારે ફિક્સ પે કર્મચારીઓના પગારવધારાની માગને સંતોષી રોષ ઠારવાનો પ્રયાસ કર્યો હોય એવી ચર્ચાઓએ સચિવાલયમાં જોર પકડ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને ફિક્સ પે કર્મચારીઓના પગારમાં વધારો કરવા અંગેની જાણકારી આપી હતી.

Advertisement

રાજ્ય સરકારના નિર્ણયથી 61,560 કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. 20% ના વધારાની અટકળ વચ્ચે રાજ્ય સરકારે 30 ટકાનો વધારો આપતા કર્મચારીઓમાં ખુશીનું મોજું છવાઈ ગયું છે. રાજ્યમાં કર્મચારીઓના પગાર વધારાનો અમલ 1 ઓક્ટોબરથી થશે. જેનાથી સરકારની તિજોરી ઉપર વાર્ષિક 500 કરોડથી પણ વધુ ભારણ વધશે. આ મુદ્દે સરકાર ટુંક સમયમાંજ પરિપત્ર જાહેર કરશે.

આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે. વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ.16,224 થી વધીને રૂ. 21,100 થશે.

અગાઉ રાજ્ય સરકારે કરાર આધારિત કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો હતો. રાજ્ય સરકાર કરાર આધારિત કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થશે તો તેના આશ્રિતોને 14 લાખ રૂપિયાની આર્થિક સહાય ચૂકવશે. આ બાબતે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો હતો.


Share

Related posts

ભરૂચ : કંબોલી સ્થિત અંજુમને ઇસ્લામ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળાનો વાર્ષિકોત્સવ કાર્યક્રમ અને ધો. દસ અને બારના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી ગામે ટ્રકની ટક્કરે વિજપોલ તુટતા નગરમાં વિજ પ્રવાહ ખોરવાયો.

ProudOfGujarat

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં એન.સી.સી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!