Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં એન.સી.સી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી

Share

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદમાં લગભગ ૫૦ વર્ષોથી એન.સી.સી. યુનિટ ચાલે છે કેટલાય વિદ્યાર્થીઓ એનસીસી ‘સી’ સર્ટિફિકેટ પાસ કરીને સરકારી નોકરીઓનો તથા આર્મીમાં જોડાવવાનો લાભ લઈ શક્યા છે. તારીખ ૨૫ જુલાઇ ૨૦૨૩ ના રોજ સી.બી પટેલ આર્ટસ કોલેજમાં આ વર્ષે સેમ -૧ માં પ્રવેશ મેળવેલ નવા વિદ્યાર્થીઓની એન.સી.સી. ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી.

આચાર્ય ડો. મહેન્દ્રકુમાર દવે સરના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત ૨૮ બટાલિયનમાંથી આવેલ પી.આઇ. સ્ટાફ, મેજર એલ.ડી. ચાવડા તેમજ લેફ્ટનન્ટ ડો. અર્પિતા જે ચાવડાના દેખરેખ હેઠળ ૧૦૨ ભાઈઓ તથા 52 બહેનોની ઉપસ્થિતિમાં આ એનરોલમેન્ટ કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓની રનીંગ તેમજ મેડિકલ ચેકઅપ કરીને ભરતી પ્રક્રિયામાં પસંદગી કરવામાં આવી. સેમ -૧ ના કુલ વિદ્યાર્થીઓમાંથી ૫૦ ભાઈઓ તેમજ ૩૧ બહેનોની  એન.સી.સી  માં ભરતી કરવામાં આવી. આમ સેમ -1માં પ્રવેશ મેળવેલા ખંતીલા તેમજ ઉત્સાહથી ભરપૂર વિદ્યાર્થીઓની એન.સી.સી. ભરતી પ્રક્રિયા સફળ રીતે પૂર્ણ થઈ.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે ટ્રકે અડફેટમાં લેતા મહિલાનું મોત

ProudOfGujarat

ઝઘડીયા જી.આઇ.ડી.સી.માં ગટર લાઈનમાંથી જાહેરમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ૩૬ ગામોમાં આરોગ્ય વિભાગ દ્વારા સો ટકા રસીકરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!