Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વસરાવી ગામેથી ગૌવંશ ગુનાના વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડયો

Share

માંગરોળ તાલુકાના વસરાવી ગામેથી ગૌવંશ ગુનાના વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. થોડા દિવસ પહેલા માંગરોળના શાહ ગામના પાટીયા નજીક પોલીસે એક પીકઅપ ગાડીને અટકાવી તપાસ કરતા કતલ કરવા માટે લઈ જવાતી ગાય મળી આવી હતી આ ગુનામાં બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે મુખ્ય આરોપી અમીન મઠારખાન સિંધી રહે. વસરાવી ગામ ડુંગરી ફળિયુ તાલુકો માંગરોળ રહે. તાંબલિયા ગામ તાલુકો રામસર જીલ્લો બાડમેર રાજસ્થાનને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઉપરોક્ત વોન્ટેડ આરોપીને નાયબ પોલીસ અધિક્ષક બી.કે વનારની સૂચના અને માર્ગદર્શન હેઠળ માંગરોળના પો.સ.ઈ. એચ આર પઢિયાર, હે.કો઼ કેતનભાઇ પ્રેમજીભાઈ, હે.કો. સોહિલભાઈ મહેશલાલ, પો.કો. નયનકુમાર ધીરજભાઈ, પો.કો. દલસુખભાઈ અમરસિગ,વગેરેની ટીમે વસરાવી ગામેથી ઝડપી લીધો હતો.

Advertisement

Share

Related posts

મજાક મસ્તીમાં મામલો બિચક્યો, મિત્રના લમણે કાતર મારી દેતાં ગંભીર

ProudOfGujarat

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા ગોધરામાં માસ્કનુ વિતરણ કરવામા આવ્યુ

ProudOfGujarat

ભરૂચ : આઝાદીનાં અમૃત મહોત્સવ-2021 અંતર્ગત સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ નેત્રંગ ખાતે 65 મો વેબીનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!