Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં જંબુસરનાં અમનપુર ખાતે મકાનમાં એકાએક આગ લગતા દોડધામ મચી…

Share

ભરૂચ જિલ્લાના જંબુસરના અમનપુર ગામ ખાતે આજરોજ હોનારત સર્જાઈ હતી જેને પગલે પંથકમાં દોડધામ મચી જવા પામી હતી અને ફાયર વિભાગ હરકતમાં આવ્યું હતું.

આજરોજ વહેલી સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ જંબુસર તાલુકાનાં અમનપુર ગામે કોઈ અગમ્ય કારણોસર એક મકાનમાં એકાએક આગ ફાટી નિકળી હતી, આગ એકાએક વધતાં ગામવાસીઓ દ્વારા ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેને પગલે 3 થી વધુ ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. ગામમાં હોનારત દરમિયાન અનેક લોકોની ભીડ ઉમટી પડી હતી પરંતુ તંત્ર સમયસર ત્યાં પહોંચવાને કારણે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને ઘટના દરમિયાન કોઈને જાનહાનિ થઈ નથી જેને પગલે પ્રજાજનોએ રાહત અનુભવી હતી.

Advertisement

Share

Related posts

25 રૂપિયામાં ત્રિરંગો, સેલ્ફી પોઈન્ટ : કેન્દ્ર કેવી રીતે દરેક ઘરમાં ત્રિરંગાને હિટ બનાવશે.

ProudOfGujarat

ભુજમાં ધો.10 ના વિદ્યાર્થીનું ધાર્યું પરિણામ ન આવતાં ફાંસો ખાઇ આપઘાત

ProudOfGujarat

અંકલેશ્વર નજીક ને.હા.પર ટ્રક રોડ સાઇડ પર ઊભી રાખી સૂતેલા એક ડ્રાઈવર ઉપર અગમ્ય કારણોસર અજાણ્યા ઈસમોએ ચપ્પા વડે હુમલો કરી ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!