Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાના ધારાસભ્યએ તૌકતે વાવાઝોડા અંતર્ગત થયેલ નુકશાનનું સર્વે કરી મદદ અર્થે મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

Share

રાજપીપલા : કોરોના મહામારીમાં “તૌકતે” વાવાઝોડા એ સમગ્ર રાજયમાં કહેર વર્તાવ્યો છે. આ વાવાઝોડાથી રાજય સહિત અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં પણ વ્યાપક નુકશાન થયેલ છે. ત્યારે ખેડૂતોની સ્થિતિ “પડતા ઉપર પાટુ જેવી સર્જાય છે. ખેડુતોએ મહામહેનતે તૈયાર કરેલા પાકોને કુદરતી વાવાઝોડાએ જમીન ધોખ કરતા ખેડુતોને મોટું નુકશાન થતા રડવાનો વારો આવ્યો છે. બિયારણ, ખાતર, દવા, ખેત ઓજારો ડિઝલના ભાવ વધતા જાય છે. બીજી તરફ ખેડુતોને ખેત-પેદાશોના પોષણક્ષમ ભાવ મળતા નથી લાખો રૂપીયાના ખર્ચા કરી મગ, શેરડી, મકાઈ, મગફળી અને શાકભાજી જેવા ખેતીપાકો તથા આંબા, કેળ, તરબુચ, નાળીયેરી, પપૈયા જેવા બાગાયતી પાકો, સંગ્રહેલ અનાજ, ઘાસચારાને આ વાવાઝોડામાં ભારે નુકશાન થયેલ છે. કેન્દ્ર સરકારે ૧૦૦૦ કરોડ રાહત પેકેજની જાહેરાત કરી હોવા છતા પણ આજ દિન સુધી ખેતીવાડી વિભાગના અધિકારીઓ કે બાગાયત વિભાગના અધિકારીઓ ખેડુતો સુધી પહોચ્યા નથી જે ગંભીર બાબત છે. જેથી કાચા-પાકા મકાનો, ખેતીપાકો અને બાગાયતી પાકોને થયેલ વ્યાપક નુકશાનીનું સર્વે તાલુકા પંચાયતના અધિકારીઓ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને બાગાયતી વિભાગના અધિકારીઓ મારફતે કરાવી સત્વરે સહાય ચુક્વવામાં આવે એવી માંગ કરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

પાલેજ નગર સહિત પંથકમાં ઇદુલ ફિત્ર પર્વની મુસ્લિમ સમાજ દ્વારા શાનદાર ઉજવણી કરાઇ

ProudOfGujarat

બળાત્કાર ગુનામાં સજા ભોગવતાં ફર્લો રજા પરથી ફરાર કેદીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

અંક્લેશ્વર GIDC ના મસાલાવાલા કોમ્પ્લેક્સના બાંધકામનો વિવાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!