Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાના ટંકારીયા-પાદરીયા માર્ગ પર આવેલા દારૂલ બનાત ખાતે સેવાભાવી લોકો દ્વારા કોવિડ કેર સેન્ટર કાર્યરત કરી કોરોના સંક્રમિતોને નિ:શુલ્ક સારવાર પ્રદાન કરાઇ રહી છે.

Share

ભરૂચ તાલુકાના ટંકારીયા – પાદરીયા માર્ગ પર આવેલા દારૂલ બનાત ખાતે કોરોના ગ્રસ્ત દર્દીઓને નિ:શુલ્ક સારવાર પ્રદાન કરી એક સરાહનીય સેવાભાવી કાર્ય ગામના સેવાભાવી લોકો દ્વારા કરાઇ રહ્યું છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે અનેક સ્થળોએ નામી અનામી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો કોરોના સંક્રમિતોને મદદરૂપ બની માનવતાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે.

ભરૂચ તાલુકાના ટંકારીયા – પાદરીયા માર્ગ પર આવેલા દારૂલ બનાત ખાતે ગામના સેવાભાવી લોકો દ્વારા છેલ્લા દોઢ માસથી કોરોના ગ્રસ્ત દર્દીઓને નિશુલ્ક સેવા પ્રદાન કરાઇ રહી છે. કોરોના સંક્રમિત દર્દીઓને બાર તબીબો સારવાર પ્રદાન કરી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓને દવાઓ તથા અન્ય કોરોનાલક્ષી જરૂરી મટીરિયલ નિ:શુલ્ક પ્રદાન કરાઇ રહ્યું છે.

દોઢ માસ દરમિયાન ૧૦૮ જેટલા કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર પ્રદાન કરાઇ છે. કોરોનાલક્ષી જરૂરી દવાઓનો સંપુર્ણ ખર્ચો વિદેશમાં વસતા ટંકારીયા ગામના સખીદાતાઓ તરફથી પૂરો પાડવામાં આવી રહ્યો છે. આમ ટંકારીયા ગામમાં ગામના સેવાભાવી યુવાનો તેમજ વિદેશમાં વસતા સખીદાતાઓએ નિ:સ્વાર્થપણે કોરોના સંક્રમિતોની વ્હારે આવી અન્યો માટે એક પ્રેરણાદાયી બની એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Advertisement

યાકુબ પટેલ. પાલેજ


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં આવતીકાલથી અનાજ માર્કેટયાર્ડ અને સબયાર્ડ સવારનાં 9:00 કલાકથી 1:00 સુધી કાર્યરત રહેશે.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મામલતદારશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ભાંગ્યું ભાંગ્યું તોયે ભરૂચની ખારી શિંગ આમ તો જગ વિખ્યાત છે જોકે ગોલ્ડન બ્રિજને અડીને આવેલ કેટલાક ફૂડ સ્ટોલ સૂકી ભેલ માટે પણ જાણીતા બન્યા છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!