Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

હાલમાં કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે, ત્યારે તેની અસર લોકોના ધંધા અને રોજગાર પર પણ સ્વાભાવિક રીતે પડી છે.એને લઇને ઘણા પરિવારો આર્થિક રીતે તકલીફ ભોગવત‍ા દેખાય છે. ગરીબ અને મધ્યમવર્ગના લોકો રોજગારલક્ષી તકલીફો અનુભવી રહ્યા છે. આવા સમયમાં લોકોને મદદ કરવા કેટલીક સંસ્થાઓ આગળ આવતી હોય છે. આજરોજ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજપારડી પોલીસના સહયોગથી ઝઘડિયા તાલુકાના ચોકી, પીપલપાન,ધોલી અને બલેશ્વર ગામમાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સંસ્થાના ફીલ્ડ ઑફિસર ઊર્મિલાબહેન તેમજ રાજપારડીના પીએસઆઇ જયદીપસિંહ જાદવના હસ્તે દસ દિવસ ચાલે એવી ૧૦૦ થી વધુ અનાજ કિટનું વિતરણ કરવામા આવ્યુ હતું.ઉલ્લેખનીય છે કે દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ એ જરૂરિયાતમંદ લોકોને મદદ કરતી તેમજ મહિલાઓને રોજગાર આપતી સંસ્થા છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલ : હાલોલનાં ગોકળપુરા ગામે કોવિડમાં અવસાન પામેલાના પરિવારજનોની કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા મુલાકાત.

ProudOfGujarat

અંકલેશ્વરના કોસમડી ગામે મોરા ફળીયામાંથી એક ઈસમ શંકાસ્પદ બાઈક સાથે ઝડપાયો.

ProudOfGujarat

વૃક્ષોનું નિકંદન કાઢ્યા કરતા પ્રેમથી વૃક્ષારોપણ કર્યું હોત તો આટલી બધી ગરમી ન પડતી હોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!