Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં સીતપોણ ગામમાં આવેલા એક તબેલામાં પશુપાલન માટે લાવેલા એક બકરાની ગરદન પર અલ્લાહ લખેલું ઉપસી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું.

Share

સીતપોણ ગામમાં આવેલા એક તબેલામાં પશુપાલન માટે લાવેલા એક બકરાની ગરદન પર અલ્લાહ લખેલું ઉપસી આવતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. વિશ્વ ફલક પર ઘણી બધી અજનબી ઘટનાઓ રોજ બરોજ આકાર લેતી હોય છે. પરંતુ અમુક ઘટનાઓ એવી અપવાદરૂપ હોય છે કે જેનો નોંધ અવશ્ય લેવી પડે એમ હોય છે. આવો જ એક કુદરતનો કરિશ્મા સીતપોણ ગામમાં સામે આવ્યો છે.

સીતપોણ ગામના રહીશ મૌલાના મુસ્તાક ભોલા છેલ્લા ઘણા વર્ષોથી પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓનો ગામની બહાર એક તબેલો આવેલો છે અને ત્યાં બકરા તેમજ ઘેટા રાખી પશુઓનું પાલન કરે છે. મુસ્તાકભાઈ રાજસ્થાનના બાડમેરથી એક બકરીનું બચ્ચુ લાવ્યા હતા. જે બચ્ચું કાળક્રમે મોટુ થતા તેના પર કુદરતી રીતે અલ્લાહનું નામ ઉપસી આવ્યું હતું. તબેલામાં અન્ય ઘણા બધા બકરા તેમજ ઘેટા છે પરંતુ માત્ર એક જ બકરા પર અલ્લાહનું નામ ઉપસેલું જોવા મળ્યું હતું. ગ્રામજનો આ ઘટનાને એક કુદરતનો કરિશ્મા હોવાની ચર્ચા કરી રહ્યા છે.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચનાં વેજલપુરમાંથી ક્રિકેટનો સટ્ટો રમાડતા શખ્સને પકડી પાડતી બી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

દેશમાં વધી રહેલી બેરોજગારીના મુદ્દે ભરૂચ યુવા કોંગ્રેસ મેદાનમાં.

ProudOfGujarat

ભરૂચમાં વેરો નહીં ભરનાર 5 કોમર્શિયલ મિલકતો સીલ

ProudOfGujarat

1 comment

Imran Khalifa9586494212 May 26, 2021 at 2:45 pm

Imran Khalifa

Reply

Leave a Comment

error: Content is protected !!