Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયા તાલુકાના એક ગામે સગીરાને પટાવીને લગ્નની લાલચ આપી એક ઈસમ ભગાડી ગયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે રહેતી એક સગીરાને એક ઇસમ પટાવીને લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હોવા બાબતની ઘટના બનવા પામી છે.

મળતી વિગતો મુજબ આ સગીરા ગત તા.૨૪ મીના રોજ ધરના વાડામાં સ્નાન કરવા ગઇ હતી. ત્યારે સગીરાની એકલતાનો લાભ લઇ‌ને ‌રાહુલ ઉર્ફે ભોલા વિરસીંગ વસાવા નામનો ઇસમ તેને પટાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ બાબતની જાણ સગીરાના પરિવારને થતાં તેમણે ગામમાં તથા સંબંધીઓને ત્યાં સગીરાની શોધખોળ કરી હતી, પરંતુ તે મળી ન હતી. જેથી ગઇકાલે સગીરાની માતાએ ‌રાહુલ ઉર્ફે ભોલા વિરસીંગ વસાવા નામના ઈસમ વિરુધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

વડોદરા જિલ્લામાં ૧૭ ફરતા પશુ દવાખાના કાર્યરત કરાયા.

ProudOfGujarat

ભરૂચ મુલદ ટોલ પ્લાઝા પાસેથી લારી ગલ્લા ધારકોને દુર કરાતાં કલેકટરને આવેદનપત્ર પાઠવી કરાઈ રજૂઆત

ProudOfGujarat

ગુજરાતની 66 નગરપાલિકાઓમાં સિટી સિવિક સેન્ટર શરૂ થશે, સરકારે રૂ.33 કરોડ ફાળવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!