Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાનાં અછાલિયા ગામે સોના-ચાંદીનાં દાગીના તેમજ રોકડ રકમ મળીને ૨૫ લાખ ઉપરાંતની ચોરી…

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અછાલિયા ગામે એક મકાનમાં રાત્રિ દરમિયાન તસ્કરો રોકડા રૂ.ત્રણ લાખ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ રૂ.૨૫૦૫૦૦૦ ની મતાની ચોરી કરી ગયા હોવાની ઘટના બનવા પામી છે.

ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુળ અછાલિયાના વતની અને હાલ સુરત ખાતે રહેતા પ્રકાશચંદ્ર જશવંતસિંહ રાવનો પરિવાર દર વર્ષે વૈશાખ વદ આઠમના દિવસે પોતાના વતન અછાલિયા ખાતે નવચંડી યજ્ઞ કરે છે. હાલ પણ તેઓ આ માટે અછાલિયા આવ્યા હતા. દવાના વ્યવસાય સાથે સંકળાયેલ પ્રકાશચંદ્ર રાવનો પરિવાર હાલ સુરત ખાતે રહે છે. સુરતથી અછાલિયા આવેલ આ રાવ પરિવાર રોકડા રૂ.ત્રણ લાખ અને સોના ચાંદીના વિવિધ દાગીના લઇને અછાલિયા આવ્યુ હતુ. પ્રકાશચંદ્ર રાવ અને તેમના પત્ની દક્ષાબેન રાત્રે જમી પરવારીને સુઇ ગયા હતા. દરમિયાન રાત્રે ત્રણેક વાગ્યે દક્ષાબેન બાથરૂમ જવા ઉઠ્યા ત્યારે ઘરનો મેઇન દરવાજો અંદરથી બંધ જણાયો હતો. તેથી તેમણે પ્રકાશચંદ્રને જગાડીને આ જણાવતા ફળિયામાં રહેતા અન્ય લોકોને બોલાવ્યા હતા. ત્યારબાદ પાછળની બાજુએથી ઘરમાં જઇને જોતા સામાન વેરવિખેર પડેલો દેખાયો હતો. બેગમાં રાખેલા રોકડા રૂ.ત્રણ લાખ અને સોના-ચાંદીના દાગીનાઓની ચોરી થયાનું જણાયુ હતુ.

ઘર માલિક પ્રકાશચંદ્ર જશવંતસિંહ રાવને ચોરી થયાની જાણ થતાં તેઓને એટેક આવ્યો હતો અને રાતના પોણા ચારેક વાગ્યાના અરસામાં તેમનું મોત નીપજ્યુ હતુ. ઘટનાની જાણ થતાં તેમના પુત્રો સુરતથી અછાલિયા દોડી આવ્યા હતા. મૃતક પ્રકાશચંદ્રના પુત્ર જયકુમાર પ્રકાશચંદ્ર રાવે આ અંગે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી. ચોરીની આ ઘટનામાં બેગમાં મુકેલ રોકડા રૂ.ત્રણ લાખ તેમજ સોના-ચાંદીના વિવિધ ઘરેણા મળીને કુલ રૂ.૨૫૦૫૦૦૦ ની મતા તસ્કરો ઉઠાવી ગયા હતા.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

નેત્રંગ તાલુકામાં ૮ થી ૪૪ વર્ષના નાગરિકોના વેક્સિનેશન દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ.

ProudOfGujarat

ભરૂચ શહેર અને ગ્રામ્ય મામલદાર કચેરી દ્વારા મતદાન નોંધણી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

શિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ તેમજ સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિની સયુંકત ઉપક્રમે શિક્ષણ શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!