Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝઘડિયાના તરસાલી ગામે જુગાર રમતા છ ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના તરસાલી ગામે પાનાપત્તા વડે હારજીતનો જુગાર રમતા છ ઇસમો ઝડપાયા હતા. રાજપારડી પોલીસને ભાલોદ આઉટપોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તરસાલી ગામના ટાંકી ફળિયામાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો કુંડાળું વળી જાહેરમાં પત્તા વડે હારજીતનો જુગાર રમે છે. પોલીસે બાતમીના આધારે તરસાલીના ટાંકી ફળિયામાં છાપો માર્યો હતો ત્યારે છ જેટલા ઈસમો કુંડાળું વળીને સોશિયલ ડિસ્ટન્સ નહી જાળવીને જુગાર રમતા જણાયા હતા. છાપામારી દરમિયાન જુગાર રમતા ચાર જુગારીયા ભાગી છૂટયા હતા, જ્યારે બે જુગારીયા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે અબ્દુલ હિંમતભાઈ મલેક, મન્સૂર હિંમતભાઈ મલિક,અબ્દુલ હનીફભાઇ મલિક, ગુલામ મહંમદ રસુલ શેખ અને રાજેન્દ્ર ઉર્ફે કાલુ કાદરભાઈ ગરાસીયા તમામ રહે. તરસાલી તા. ઝઘડિયા તથા ઐયુબ કાદરભાઈ ગરાસીયા રહે. ભાલોદ તા. ઝઘડિયા વિરુધ્ધ રાજપારડી પોલીસ મથકમાં ગુનો નોંધીને ફરિયાદ દાખલ કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરા એમ.એસ યુનિવર્સિટીમાં ધીંગાણું, વોટ્સેપ ગ્રુપમાંથી રીમુવ કરવા બાબતે બે વિદ્યાર્થી જૂથો બાખડયા.

ProudOfGujarat

નેત્રંગ પંથકમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય : પ્રજાને પડી રહેલ તકલીફો પર ધ્યાન આપી સમસ્યાઓનું નિરાકરણ માટે ઉઠી માંગ…!

ProudOfGujarat

ભરૂચના કબીરવડ ખાતે મામા-ભાણેજનું ડુબી જતા લાપતાં, લાશ્કરોની ટીમ મૃતદેહ શોધવામાં જોતરાઈ : મોડી સાંજે મામાનો મૃતદેહ મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!