Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેરમાં સિટી બસ સેવાથી રિક્ષા ચાલકોને હાલાકી…..

Share

કોરોના મહામારી વચ્ચે પરિવારનું ગુજરાત ચલાવવા માટે પણ ફાંફા પડી ગયા છે ત્યારે કોરોના કાળમાં સૌથી વધુ રિક્ષા ચાલકોની હાલત કફોડી બની છે. ભરૂચ શહેરના લોકોને રાહતદરના ભાડાએ શહેરના અન્ય સ્થળોએ જવા આવવા માટે પાલિકાએ સિટી બસ સેવાનો પ્રારંભ કર્યો છે.

તેવામા શહેરમાં પુનઃ સીટી બસ સેવા ચાલુ થતા રીક્ષા ચાલકો બેરોજગાર થાય તેવી દહેશતના પગલે ચિંતામાં મુકાયા છે. ભરૂચમાં સિટી બસ શરૂ થતા રિક્ષાચાલકોની રોજગારી છીનવાઈ છે. રવિવારે રેલ્વે સ્ટેશન સર્કલ નજીક આવેલા સિટી બસ ડેપોમાં બસોને આવવા જવા માટે તકલીફ પડતા સીટી બસનું સંચાલન કરતા કોન્ટ્રાક્ટરે દીવાલ તોડીવી હતી પરંતુ બસ સ્ટેન્ડની બહાર જ રીક્ષા સ્ટેન્ડ પણ આવેલું હોવાથી રીક્ષાઓને પણ ઉભી રાખવામાં તકલીફ પડતી હોવાના કારણે રીક્ષા ચાલકોમાં આક્રોશ ફેલાયો હતો. જોકે છંછેડાયેલા રીક્ષા ચાલકોએ સીટી બસના પ્રવેશ દ્વાર પાસે પોતાની રીક્ષાઓની લાંબી કતારો લગાડી દેતા સીટી બસને તકલીફ પડતા મામલો ગરમાયો હતો. જોકે અગાઉ શરૂ થયેલી સીટી બસ સેવામાં પણ રીક્ષા એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવી કાર્યક્રમો આપ્યા હતા.

Advertisement

Share

Related posts

દેશના 3 લાખ કરતા વધારે ગામડાઓ સુધી કેન્દ્ર સરકાર પહોંચાડવા માંગે છે બ્રોડબેન્ડ…!

ProudOfGujarat

फातिमा सना शेख ने ट्रोलर्स को दिया करारा जवाब, कुछ फैंस ने इसे टी-शर्ट पर प्रिंट करने का दिया सुझाव!

ProudOfGujarat

સુરેન્દ્રનગરનાં લીંબડી તાલુકાનાં સીયાણી ગામમાં અસંખ્ય તીડ આવી જતા ખેડૂતોએ થાળી અને બૂમો પાડી તીડ ભગાવતો વીડિયો વાયરલ થયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!