Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત: ભાઠે વિસ્તારમાં આવેલી મિલેનિયમ માર્કેટના 16માં માળે આગ લાગી: ફાયરની 8 ગાડીઓએ આગ કાબુમા લીધી

Share

સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા મિલેનિયમ માર્કેટ-2ના 16માં માળે આગ લાગી ગઈ છે. જેની જાણ થતાં જ ફાયરબ્રિગેડની 8 જેટલી ગાડીઓ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયરબ્રિગેડ દ્વારા હાલ પાણીનો મારો ચાલુ કરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આગ ભારે ઉંચાઈ પર લાગી હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા ક્રેઈર્નનો ઉપયોગ કરીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.હાલ આગ કાબૂમાં આવી ગઈ હોવાનું સામે આવ્યું છે.મિલેનિયમ માર્કેટ-2માં લાગેલી આગના કારણ દૂર દૂર સુધી ધુમાડા દેખાયા હતાં. જેથી આસપાસમાં ડરનો માહોલ પેદા થઈ ગયો હતો. સમગ્ર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ ફાયરબ્રિગેડની વિવિધ ઝોનની પણ મદદ લેવામાં આવી રહી છે. ડેપ્યુટી કમિશનર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

ફાયર ઓફિસર બસંત પરિકે જણાવ્યું હતું કે, કોલ મળતાં જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આઠ જેટલી ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવી કામ હાથ ધરવામાં આવ્યું. ટેક્સટાઈલ માર્કેટમાં એક માળમાંથી બે માળ કર્યા હોય તે રીતે 16માં માળે આગ લાગી હતી. આગની જાણ થતાં કામગીરી હાથ ધરવામાં આવી છે. એક જ માળ પર આગને કાબૂમાં રાખવામાં સફળતા મળી છે. કાપડનો જથ્થો હોવાથી આગના ધુમાડા વધુ નીકળ્યા હતાં.

Advertisement

Share

Related posts

સુરત : વરાછામાં તસ્કરો ચાર દુકાનના તાળાં તોડી એક લાખથી વધુની ચોરી કરી ભાગી ગયા હતા.

ProudOfGujarat

શહેરાનગરમાં તોલમાપ,ફુડ એન્ડ ડ્રગ્સ,નગરાપાલિકા તંત્રના દુકાનો પર સંયુક્ત દરોડાથી વેપારીઓમા ફફડાટ,ખાદ્યતેલના સેમ્પલ લેવાયા.

ProudOfGujarat

અંકલેશ્વર-પાનોલી વચ્ચે આવેલ રેલ્વે લાઇન પર ટ્રેનની અડફેટે યુવાનનું મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!