જિલ્લા ફેર કેમ્પ માં 23/5/12ના પરિપત્ર મુજબ સુરત જિલ્લા માં ખાલી જગ્યાઓ ની 40%ટકા જગ્યા મુકવામાં આવી કુલ 58 જગ્યા ભરાઈ :ડો દિપક આર દરજી
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યા સામે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર જિલ્લા ફેર બદલીથી સુરત જિલ્લામાં આવવા માટે અરજી કરનાર ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો ધોરણ 6થી 8 ભાષા ,ગણિત ,વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષય ની જગ્યા ભરવા પાત્ર થાય અહીં સુરત જિલ્લામાં આવવા માટે (ધોરણ 6 થી 8) ઉચ્ચ પ્રાથમિક જિલ્લાફેર અંગેની અરજી કરનાર ઉમેદવારોનો બદલી કેમ્પ તારીખ 14 /6 /21 સોમવારના રોજ સવારે 10:00 કલાકે લસકાણા પ્રાથમિક શાળા તાલુકો કામરેજ જીલ્લો સુરત ખાતે રાખવામાં આવેલ હતો હાજર રાખવા પાત્ર ઉમેદવારોની યાદી જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીને ઇમેલ દ્વારા તેમજ સુરત કચેરીએથી આર પી એડીથી પણ જાણ કરવામાં આવેલ હતી જે બાબતે બદલીમાં હાજર રહેનાર શિક્ષકો પોતાની નોકરી અંગેના જરૂરી કાગળો અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહ્યા હતા આ કેમ્પ મા સરકાર શ્રી ના 23/5/12 ના પરીપત્ર જિલ્લા મા ખાલી જગ્યાઓ ની 40% ટકા જગ્યા મુકવામાં આવી હતી આ જિલ્લા ફેર કેમ્પમા ધોરણ 6થી 8 મા ગણિત, વિજ્ઞાનમાં 18જગ્યા માથી17 જગ્યા ભરાઈ ભાષામા કુલ 14માથી 12ભરાઈ અને સામાજિક વિજ્ઞાન મા 34માથી 29 જગ્યા ભરાઈ હતી શિક્ષકો એ સ્થળ પસંદગી કરી હતીઆમ કુલ 66જગ્યા માથી 58 જગ્યા ભરાઈ હતી બદલી માં આવનાર શિક્ષકો ને સ્થળ ઉપરજ ઓર્ડર આપી દેવામાં આવેલ હતા સંપૂર્ણ કેમ્પ કોરોના ની ગાઈડ લાઈન મુજબ સોશ્યિલ ડિસ્ટન્સ, માસ્ક પેહેરી ને કરવામાં આવેલ હતો સદર કેમ્પ મા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. દિપક આર દરજી, નાયબ ડી પી ઈ ઓ સ્વાતિબેન પટેલ, તેમજ સુરત જિલ્લા સંઘ ના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, બળવંત ભાઈ પટેલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષણ શાખા નો સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા આમ કેમ્પ વાદ વિવાદ વગર પૂર્ણ થયેલ હતો કામરેજ તાલુકા સંઘ, અસ્વીનભાઈ પટેલ, સિરાજ ભાઈ મુલતાની દ્વારા ખુબ સારી સુવિધા પુરી પાડવામાં આવી હતી આમઉપ પ્રમુખ ઇમરાનખાન પઠાણ, વિજય ભાઈ પટેલે જણાવેલ છે.
વિનોદ મૈસુરીયા, વાંકલ.