Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાજપીપળા બાયોલોજીના શિક્ષક અલ્પા ચૌધરી નિમણૂક પત્ર માટે છેલ્લા 1 વર્ષથી કચેરીઓના આંટા મારે છે.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
બીએસસી ઝુઓલોજી અને એમએસસી બાયોસાયન્સ થયેલ અલ્પા ચૌધરીને 2016માં ટેટના આધારે બાયોલોજી શિક્ષક તરીકે રાજપીપળાની કન્યા વિનય મંદિરમાં સમાવેશ થયો હતો પણ વિષય વિસંગતતાના કારણે તેમને નિમણૂક પત્ર મળ્યો જ નથી.
મારા જ વિષયના અન્ય શિક્ષકોને જો અન્ય જિલ્લામાં નિમણૂક પત્ર મળતો હોય તો મને કેમ નહીં,રાજ્યના શિક્ષણ મંત્રી સુધી રજુઆત છતાં મને ન્યાય નથી મળ્યો:શિક્ષક અલ્પા ચૌધરીનો આક્ષેપ.
:ભારત સરકાર અને ગુજરાત સરકાર હાલ મહિલા સશક્તિકરણના બણગાં ફૂંકી રહી છે ત્યારે સરકારના મહિલા સશક્તિકરણની પોલ ખોલતો એક કિસ્સો નર્મદા જિલ્લામાં પ્રકાશમાં આવ્યો છે.રાજપીપળાના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા અલ્પા ચૌધરી બીએસસીમાં ઝુઓલોજી અને એમેઅસસી બાયોસાયન્સના વિષય સાથે શિક્ષક બનવાના અરમાનો સાથે વર્ષ 2016માં ટેટની પરીક્ષા આપી અને એમાં ઉત્તીર્ણ પણ થયા.બાદ તેમનો ઉ.માં.વિભાગમાં જીવવિજ્ઞાન વિષયમાં મેરિટના આધારે સમાવેશ થયો હોવાથી એસટી અનામત સીટ પર રાજપીપળાની કન્યાવિનય વિદ્યાલય પસંદ પણ કરી.પરંતુ બીએસસી અને એમએસસી માર્કશીટમાં ફરક હોવાનું તથા વિષય વિસંગતતાનું કરણ આગળ ધરી શિક્ષણ વિભાગ દ્વારા એમને નિમણૂક પત્ર અપાયો જ નથી.જેથી હાલ એમણે એ જ શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે કામ કરવાનો વારો આવ્યો છે.
આ મામલે અલ્પા ચૌધરીએ જણાવ્યું હતું કે મેં કેટલીયે વાર ગાંધીનગર અને નર્મદા જિલ્લા શિક્ષણ વિભાગમાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી.છેલ્લે રાજ્યના શિક્ષણમંત્રીને પણ રજુઆત કરી તે છતાં પણ મને ન્યાય નથી મળ્યો.9/6/2017 ના રોજ ગુ.માં અને ઉ.માં શિક્ષણ વિભાગ ગાંધીનગર ખાતે એક કમિટીમાં પણ ઝુઓલોજી અને બાયોસાયન્સને સમકક્ષ ગણી બાયોસાયન્સને માન્યતા મળી છે.મારા જ વિષયના અન્ય શિક્ષકોને જો અન્ય જિલ્લામાં નિમણૂક પત્ર મળતો હોય તો મને કેમ નહીં.જે તે સમયે હાઇકોર્ટે પણ પીટીસનના આધારે માં અને ઉ.માં વિભાગમાં શીખવવાના વિષય તરીકે બાયોસાયન્સને માન્યતા આપી છે.હું જે યુનિવર્સીટીમાં ભણી એના ડીને પણ ઝુઓલોજી અને બાયોસાયન્સને સમકક્ષ ગણતો ભલામણ પત્ર મને આપ્યો છે.હાઇકોર્ટનો પત્ર અને યુનિવેસિટીના ડિનનો ભલામણ પત્ર પણ મેં રજૂ કર્યો છે.હું છેલ્લા એક વર્ષથી ગાંધીનગર અને રાજપીપળા વચ્ચે નિમણૂક પત્ર લેવા આંટા-ફેરા મારી રહી છું.પરંતુ મને કોઈ સાચો ઉત્તર આપતું જ નથી.ગુજરાત સરકાર ભરતીમાં અન્યાય કરે છે.સરકારે મારા ભવિષ્ય સાથે રાજરમત રમી છે.મને નિમણૂક પત્ર મળવો જ જોઈએ એમ જણાવ્યું હતું.
અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં ઘણી એવી શાળાઓ છે કે જેમાં ધોરણ 11 અને 12માં બાયોલોજીના શિક્ષકો જ નથી.આ મામલે નર્મદા જિલ્લા શિક્ષણાધિકારી ડો.નિપ પટેલે જણાવ્યું હતું કે થોડાં જ દિવસોમાં એમના પ્રશ્નોનું નિરાકરણ આવી જશે.

Share

Related posts

ગોધરા જિલ્લા પંચાયતમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાની નામાંકિત શાળાઓ હવે બેંકનાં માધ્યમ દ્વારા ફોન કરી તેમજ મેસેજ કરી વાલીઓને ફી ની ઉઘરાણી કરતા કંટાળેલા વાલીઓએ એનએસયુઆઇ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી.

ProudOfGujarat

वराइटी मैगज़ीन ने दीपिका पादुकोण को अंतर्राष्ट्रीय महिला प्रभाव रिपोर्ट में किया शामिल!

ProudOfGujarat
error: Content is protected !!