સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇન એન્ડ ટ્રાફિકમાં એનડીપીએસ એક્ટના કેસો શોધી કાઢવા તેમજ તે એક્ટ મુજબના વોન્ટેડ આરોપીઓને સત્વરે પકડી પાડવા સક્રિય બની હતી.
બનાવ એ રીતે હતો કે તા. 22/09/2020 ના રોજ સીરત શેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી સલમાન ઉર્ફે અમન મોહમદ હનીફ ઝવેરીને મેફેડ્રોન ડ્રગ્સ 1011.82 ગ્રામ કિંમત રૂપિયા 1,01,18,200/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. આ ગુના મુંબઈ સહીતના કુલ 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં મુંબઈથી ગુજરાતમાં એમ. ડી. ડ્રગ્સનો જથ્થો પૂરો પાડનાર તથા એમ. ડી. ડ્રગ્સનું પ્રોડકશન કરનાર મુખ્ય ડીલર મનોજ ઉર્ફે બાલા લક્ષમણ પાટીલ રહે, જીરાડ અલી પેન, પેન, રાયગઢ મહારાષ્ટ્ર ને મુંબઈથી પકડી પાડીને તેની ગઈકાલે સાંજના છ વાગ્યાંની આસપાસ અટકાયત કરવામાં આવી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા કરોડોના મુદ્દામાલ પૈકીનો અમુક મુદ્દામાલ એમ. ડી. ડ્રગ્સની બનાવટ અંગે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ઘરે લેબ બનાવીને જુદા જુદા કેમિકલોનો ઉપયોગ કરીને ઉત્પદિત કરી મુંબઈના અગેઇન પકડાયેલ આરોપી વિરામની ઉર્ફે અન્ના અંડાપયાન તથા આરોપી પ્રવીણ રોહિદાસ મહાત્રે મારફતે વાપીના આરોપી મનોજ શીતલ પ્રસાદ ભગતને પહોંચાડતો હતો. જેમાં આરોપી મોહમદ સલમાન ઉર્ફે અમન ઝવેરી સુરતના સ્થાનિક પેડલરોને વેચાણ કરતો હતો આમ શર્ટ શહેરમાં પ્રતિબંધિત એમ. ડી. ડ્રગ્સની ચેઈન તોડવામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી.
જયદીપ રાઠોડ : સુરત