Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : ઘોઘંબા માર્કેટીંગ યાર્ડમાં મળેલી મિટિંગમાં આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી કરાઈ.

Share

પંચમહાલ જીલ્લામાં ઘોઘંબા તાલુકાના કાર્યકરોની એક મિટિંગ માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆની અધ્યક્ષતામાં મળેલી આ મિટિંગમાં તાલુકામાંથી ખુબ મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. તાલુકાના કાર્યકરો દ્વારા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆનુ ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના સંગઠનની રચના કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી અને એ હેતુ માટે મિટિંગ રાખવામાં આવી હતી. જીલ્લા પ્રમુખે ઘોઘંબા તાલુકા પ્રમુખ અને ઉપ પ્રમુખના નામોની જાહેરાત કરી નિયુક્તિ કરવામાં આવી. તાલુકા પ્રમુખ તરીકે બાકરોલ ગામના રાજકીય આગેવાન અને ઘોઘંબા એપીએમસીના પૂર્વ ચેરમેન અર્જુનસિંહ બારીઆ અને ઉપપ્રમુખ તરીકે શેરપુરા ગામનાં જગદીશભાઈ પરમારની નિયુક્તિ કરવામાં આવી. આ નિયુક્તિને ઉપસ્થિત સૌ કાર્યકરો એ વધાવી લીધી હતી.

કાર્યકરોને સંબોધન કરતા જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, આપણા જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત બની રહ્યું છે. હવે સૌ કાર્યકરોએ જેતે જવાબદારી લઈ સક્રિય થવાની અને કામગીરી કરવાની જરૂર છે. આપણે સૌ પાર્ટીના કાર્યકર્તા તરીકે લોકોની વચ્ચે જઈને લોકોની અને ગામની સ્થાનિક સમસ્યાઓ સાંભળી દૂર કરવા માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા જણાવાયું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા ખાતે ઇ-સ્ટેમ્પની સેવાનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચથી જંબુસર તરફ જવાના રસ્તા પર 10 કરતાં વધારે નાના મોટા વૃક્ષો ભારે વરસાદનાં પગલે ધરાશાયી.

ProudOfGujarat

આમોદ ની બચ્ચોકા ઘર ની શાળા માં 10 જાન્યુઆરી સુઘી રમત ગમતનો કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!