Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત: રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા સુરત કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા: ચોરની અટક ‘મોદી’ કેમ હોય છેના નિવેદન બાદ થયો હતો કેસ

Share

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત કોર્ટ કેસમાં જુબાની આપવા માટે સુરત પહોંચ્યા છે. રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા જ કોર્ટ જવા રવાના થયા હતા. રસ્તામાં અનેક કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના સ્વાગત માટે ઉભા હતા, પણ તેઓ ક્યાય ઉભા રહ્યા ન હતા અને સીધા કોર્ટમાં જુબાની આપવા પહોંચ્યા. તેમના સુરત આગમને પગલે ગુજરાત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ સુરત પહોંચ્યા છે.

અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ પણ સુરત પહોંચ્યા છે. સુરત એરપોર્ટ પહોંચીને સૌથી પહેલા રાહુલ ગાંધીએ વીઆઈપી લેનમા વકીલ સાથે ચર્ચા કરી હતી. સુરત કોર્ટમાં હાજરી આપવા માટે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી આજે સુરત આવ્યાં હતા. રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે દરેક ચોરની અટક ‘મોદી’ કેમ હોય છે.

Advertisement

આ સંદર્ભે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની તારીખ હોવાથી કોર્ટમાં હાજર થવા માટે રાહુલ સુરત આવ્યા હતા, કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના થયા છે. રાહુલ ગાંધી માટે સુરતમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. બાદમાં સુરત કોર્ટ રાહુલ ગાંધી પહોંચ્યા હતાં. કોર્ટમાં રાહુલ ગાંધીનું વધારાનું સ્ટેટમેન્ટ લેવાયુ હતું .બધા મોદી ચોર હોવાના રાહુલ ગાંધીના નિવેદન અંગે ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. કોર્ટમાં ફરિયાદ પક્ષની જુબાની પૂર્ણ થઈ ચૂકી છે. હવે આરોપી પક્ષે રાહુલ ગાંધીની જુબાની લેવાશે. આ કેસમાં રાહુલ ગાંધી પોતાનું ફાઇનલ સ્ટેટમેન્ટ આપશે. સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો.

જે સંદર્ભે અગાઉ રાહુલ ગાંધી ઓક્ટોબર, 2019માં કોર્ટમાં હાજર રહ્યા હતા. બાદમાં વધારાનું સ્ટેટમેન્ટ લેવા માટે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યાં. ફરિયાદ પક્ષની સાક્ષી ચકાસવાનો સ્ટેજ પુરો થયો હતો જેની સામે હાઇકોર્ટમાં અરજી કરાઈ હતી. જો કે તે અંગે કોઇ હુકમ ન આવતા રાહુલ ગાંધીનો જવાબ નોંધવાનો સ્ટેજ આવી ગયો હતો.


Share

Related posts

ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગમાં ભરૂચની લાયમાખાનએ ગોલ્ડ મેડલ મેળવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર : પીરામણ શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

આરોપીઓની ધરપકડ કરવા અંકલેશ્વરની મહિલાઓએ રેલી કાઢી..જાણો વધુ

ProudOfGujarat
error: Content is protected !!