Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા: ડેડીયાપાડા તાલુકાના નિંઘટ ગામના રામેશ્વર હોટલ પાસે રોડ પર મારુતિ વાન અને મોટરસાઇકલ અકસ્માતમા પતિ પત્નીનું કરુણ મોત

Share

ડેડીયાપાડા તાલુકાના નિંઘટ ગામના રામેશ્વર હોટલ પાસે રોડ પર મારુતિ વાન અને મોટરસાઇકલ અકસ્માતમા પતિ પત્નીનું કરુણ મોત નીપજ્યું છે. આ અંગે અકસ્માત મોત ગુનાની ફરિયાદ
ડેડીયાપાડા પોલીસ મથકે નોંધાઈ છે.

જેમાં ફરીયાદી વેચાણભાઇ સુરજીભાઇ વસાવા( ઉ,વ,૩૫ ધંધો ખેત મજૂરી રહે,વાડવા વડ ફળિયું તા,ડેડીયાપાડા)એ આરોપીમારૂતી વાન ગાડી નંબર-G -16-BB-O185 નો ચાલક સામે અકસ્માત મોત ગુનાની ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

ફરિયાદની વિગત અનુસાર મારૂતી વાન ગાડી નંબર GJ-16-BB-0185ના ચાલકે પોતાના કબજામાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીનિંગટ ગામના રામેશ્વર હોટલ પાસે ફરી.ના ભાઈ પાસેની પ્લેન્ડર મો.સા નંબરGJ-22-0-7271ની સાથે સામેથી અકસ્માત કરતા મો.સા ચાલક ભોગીલાલભાઈનેજમણા ખભાના ભાગે તેમજ જમણા પગે તથા માથાના ભાગે તેમજ ઉષાબેનને જમણા પગે તથા માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોચાડી બન્ને પતિ પત્ની૧) ભોગીલાલ ભાઈ સુરજીભાઇ વસાવા( ઉ,વ,આ ૩૦) (ર) ઉષાબેન વા/ઓ ભોગીલાલ ભાઈ સુરજીભાઇ વસાવા(ઉ,વ,આ ૨૪ બંને રહે, વાડવા વડ ફળિયું તા,ડેડીયાપાડા જી.નર્મદા)નું સારવાર દરમ્યાન મોત નિપજાવી ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

કરજણ : વિદ્યાર્થીઓને એસ.ટી બસ સુવિધાની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા હલ્લાબોલ

ProudOfGujarat

પી.એમ મોદી તાઉ-તે વાવાઝોડાના સંદર્ભે અમદાવાદમાં સીએમ રૂપાણી અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે..!

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલની વિદ્યાર્થીની એ બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!