Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા : સાગબારા તાલુકાના સેલંબા નવાપાડા રોડ ઉપર આવેલ આશ્રમ શાળા પાસેથી લાખોની મત્તાનો ઈંગ્લીશ દારૂ પકડાયો.

Share

સાગબારા તાલુકાના સેલંબા નવાપાડા રોડ ઉપર આવેલ આશ્રમ શાળા પાસેથી ઈંગ્લીસ દારૂ, ઇનોવા કાર તથા બે મોબાઈલ સાથે કુલ કિ.રૂા.૬,૩૮,૦૪૦/- નો મુદ્દમાલ ઝડપાયો છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપી આરોપી રાકેશ શંભાજી પાટીલ રહે. ૧૭- ઉધના સુરત શહેર તથા મુનાફખાન અહેમઅલી પઠાણ, રહે.૩/૩૧૩૮ જુમાસા ટેકરા આંબાવાડી કાલીપુલ સુરતએ પોતાના કબજામાંની ઈનોવા ગાડી નંબર MH 02 CB 9000 માંગે.કા.વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડની કુલ બોટલો નંગ-૨૯૮ કિ.રૂ.૧,૩૭,૦૪૦/- નો પ્રોહી મુદ્દામાલ ભરી હેરાફેરી કરતો હતો.

Advertisement

પોલીસ નાકાબંધીમાં સેલંબા નવાપાડા રોડ ઉપર આવેલ આશ્રમ શાળા પાસે મોબાઇલ નંગ-રકિ.રૂા.૧,૦૦૦/-તથા ઈનોવા ગાડી નંગ-૧ કિ.રૂા.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૬,૩૮,૦૪૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયા હતા. જેમાં વિજય નામના ઈસમે પુરો પાડી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરતા આરોપીઓ સામે ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૯ તથા ગુજરાત નશાબંધી (સુધારા) અધિનિયમ ૨૦૧૬ ની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ફરીયાદી કે.એલ.ગળચર પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારાએ આરોપીઓ :-
(૧) રાકેશ શંભાજી પાટીલ હાલ રહે.૧૭-છત્રપતિ શીવાજી નગર સાર્વજનિક વિધ્યાલય લીમ્બાયત, ઉધના સુરત શહેર.
(૨) મુનાફખાન અહેમદઅલી પઠાણ રહે.૩/૩૧૩૮ જુમાસા ટેકરા આંબાવાડી કાલીપુલ સુરત
(૩) વિજય નામનો માણસ સામે ફરિયાદ દાખલ કરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ નર્મદા જિલ્લાના રાજકારણમાં વધુ એક નવો રાજકીય વળાંક.

ProudOfGujarat

નડિયાદમાં ધર્મચક્ર તપોસાધનાની ભવ્ય શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 23 કોરોના પોઝીટિવ દર્દી નોંધાતા કુલ દર્દી 1668 થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!