Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાની તમામ કોર્ટોમાં તા.૦૯ મી ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

Share

ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં આગામી તા.૯/૧૨/૨૦૨૩ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.

લોક અદાલતમાં ક્રીમીનલ કંમપાઉન્ડ કેસો, નેગોશીયેબલ ઈન્સટ્રુમેન્ટની કલમ-૧૩૮ અન્વયેના કેસો, બંકના નાણાં વસૂલાત, મોટર અકસ્માત,લેબર ડીસ્પુટ,વોટર અને ઈલેક્ટ્રીસીટી, લગ્નવિષયક તકરાર, લેન્ડ એક્વીઝીશન એકટના કેસો વિગેરે પ્રકારના કેસોનો નિકાલ કરવામાં આવશે.

Advertisement

ભરૂચ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હિકલ એકટ મુજબ આપવામાં આવતા ઈ-ચલણના નાણાં ઓન લાઈન તથા ઓફ લાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરી શકશે તેમજ સંભવ ઈનીશીએટીવ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે મળી રૂબરૂ તથા ટેલિફોનિક માધ્યમથી ઈ-ચલણ ભરવા માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવશે. આ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ-ચલણના નાણાની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહી, તો તેનો પણ લોકો લાભ લઈ શકે છે.

રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં કેસનો ફેસલો થતો હોય છે. જેથી કોઈ પક્ષકાર પોતાના કેસો લોક અદાલતમાં મુકવા માંગતા હોય તો તેઓ જે તે અદાલતમાં અથવા તો જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ- ભરૂચ તથા જે તે તાલુકા કાનૂની સેવા સમિતીનો સંપર્ક કરી પોતાનો કેસો આગામી રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકી શકશે એમ ભરૂચ જિલ્લા કાનૂની સેવા સતામંડળના સચિવની યાદીમાં જણાવાયું છે.


Share

Related posts

રાજપારડી નજીક ધોરીમાર્ગ પર માધુમતિ નદીના બીજા પુલની અધુરી કામગીરીથી હાલાકી બન્ને તરફના વાહનો એકજ પુલ પરથી પસાર થતાં અકસ્માતની દહેશત.

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે મધુપ્રમેહની જનજાગૃતિ માટે ભૂતપૂર્વ ક્રિકેટર કિરણ મોરેની ઉપસ્થિતિમાં મેરેથોન દોડ યોજાઈ.

ProudOfGujarat

સુરેન્દ્રનગરના લીંબડી વિસ્તારમાં ભારત બંધના રાષ્ટ્રીય આંદોલન અને બહોળો પ્રતિસાદ મળ્યો છે લીંબડીના બજારો બંધ રહ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!