Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાના સાબરીયા ગામે અજગરનું રેસ્કયુ કરી જંગલમાં મુક્ત કર્યો

Share

ઉમરપાડા તાલુકાના ઉભારીયા ગામથી નજીક આવેલ સાબરીયા ગામે ખેતરમાંથી જીવ દયા પ્રેમી ટીમના સભ્યોએ અજગરનું રેસ્કયુ કરી સહી સલામત રીતે તેને જંગલમાં મુક્ત કર્યો હતો.

સાબરીયા ગામમાં ખેતરમાં ખેડૂત દ્વારા ઉભો પાક કાપવાનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ખેતરમાં એકાએક અજગર ઉપર નજર પડતા ખેડૂતના ખેતરમાં ખેડૂતો ગભરાઈ ગયા હતા, આ ઘટનાની જાણ ખેડૂતે ઝંખવાવના જીવ દયા પ્રેમીને જાણ કરતા ઝંખવાવ ગામે રહેતા જીવ દયા પ્રેમી મેહુલભાઈ મોરી અને તેમની ટીમના સભ્યો સાબરીયા ગામે પહોંચી ગયા હતા અને ખેતરમાંથી અજગરનું રેસ્કયુ કરી પકડી લીધો હતો અને ઝંખવાવ વન વિભાગ કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો જીવદયા પ્રેમીઓએ અજગરને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે ઉમરપાડાના જંગલમાં મુક્ત કર્યો હતો.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

નડિયાદમાં મહેશ્વરી સમાજ દ્વારા ફાગ ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ભરૂચમાં રાજપીપળા જી.આઇ.ડી.સી. માંથી પત્તા પાનાં વડે જુગાર રમતા 13 ખેલંદાઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

પાલેજ વિસ્તારમાંથી જુગાર રમતાં 6 જુગારીઓ ઝડપી રૂ.11,000 કરતાં વધુની મત્તા જપ્ત કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!