Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : ઉમરવા મોટા કદની વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીની 11 બેઠકો માટે વ્યવસ્થાપક કમિટીની સૌ પ્રથમવાર યોજાયેલી ચૂંટણી.

Share

નાંદોદ તાલુકાના ઉમરવા મોટા કદની વિવિધ કાર્યકારી સેવા સહકારી મંડળીના વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી ઉંમરવા મંડળી ખાતે સૌ પ્રથમવાર યોજાઈ હતી.

આ ચૂંટણીમાં સહકારી ક્ષેત્રના બે માંધાતાઓ નેતૃત્વમાં ઉમેદવારો સામ સામે ટકરાતા ચૂંટણી અત્યંત રસાકસીભરી બની હતી. જેમાં નર્મદા સુગરના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલના નેતૃત્વમાં બનેલી પેનલ અને એની સામે સહકારી આગેવાન આગેવાન સુનિલભાઈ પટેલના નેતૃત્વમાં બનેલી પેનલના ઉમેદવારો સામસામે ટકરાયા હતા.જેમાં ઘનશ્યામભાઈ પટેલના નેતૃત્વમાં બનેલી પેનલના 10 ઉમેદવારો તથા સામી પેનલમાં 11 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી.

જેમાં ૧૧ સભ્યોની ચૂંટણીમાં 173 જેટલા સભાસદોએ મતદાન કર્યું હતું. 24 જૂનના રોજ યોજાયેલી આ ચૂંટણી ઉંમરવા ખાતેની મંડળીમાં ચૂંટણી અધિકારી સુરેશભાઈ વસાવાની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. જેમાં ઘનશ્યામભાઈ પટેલના નેતૃત્વવાળી પેનલની આઠ બેઠકોના ઉમેદવારો વિજેતા થયા હતા. જ્યારે સામી પેનલનામાત્ર ત્રણજ ઉમેદવારો વિજેતા થતાં ઘનશ્યામભાઈ પટેલના નેતૃત્વવાળી પેનલનો ઝળહળતો વિજય થયો હતો. જ્યારે સુનિલભાઈ પટેલના નેતૃત્વવાળી પેનલનો કારમો પરાજય થયો હતો. સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે તેમની પેનલના વિજેતા ઉમેદવારોને અભીનંદન પાઠવ્યા હતા. જેમાં આજરોજ ઉંમરવા મંડળી ખાતે બોર્ડ મિટિંગ મળી હતી. જેમાં સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે આશિષભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી. ઘનશ્યામભાઈ પટેલે નવા પ્રમુખ આશિસ ભાઈને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સૌના સહકારથી મંડળીનો સ્વચ્છ અને લોકભિમુખ વહીવટ કરવાની ખાત્રી આપી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંક્લેશ્વર GIDC ની અક્ષર ફેબ્રિક્સ કંપનીના ગોડાઉનમાં આગ

ProudOfGujarat

યોગ દિવસ પર પી.એમ નું સંબોધન : કોરોના સામે યોગ એક સુરક્ષા કવચ..જાણો વધુ.

ProudOfGujarat

વડોદરામાં હ્યુમન રિસોરસ અને ઈન્ડસ્ટ્રીયલ રિલે‌શનનો વર્કશોપ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!