Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડિયાના અવિધા ગામે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અવિધા ગામે જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા હતા,જ્યારે પોલીસની રેઇડ જોઇને એક ઇસમ નાસી ગયો હતો.

રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસના જવાનો ગતરોજ ખાનગી વાહનમાં અવિધા બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અવિધાના સંચા ફળિયામાં જવાના રસ્તાની બાજુમાં આવેલ વાડામાં કેટલાક ઇસમો બેસીને પૈસા વડે પાના પત્તાનો હારજીતનો જુગાર રમે છે. પોલીસે બાતમીવાળા સ્થળે છાપો મારતા કેટલાક ઇસમો પાનપત્તા વડે હારજીતનો જુગાર રમતા જણાયા હતા. પોલીસને જોઇ જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જેમાં પોલીસે ચાર જુગારીઓને ઝડપી લીધા હતા જ્યારે એક ભાગી જવામાં સફળ થયો હતો. પોલીસે કુલ રૂ.૧૧,૭૩૦ રોકડા મુદ્દામાલ તરીકે જપ્ત કર્યા હતા, અને જુગાર રમતા જીગ્નેશ વિજયભાઈ પાટણવાડીયા, કનુ કિલિયાભાઇ વસાવા, સુરેશ બાબુભાઈ પાટણવાડીયા તેમજ અશોક બાલુભાઈ પાટણવાડીયા તમામ રહે. અવિધા તા. ઝઘડિયા વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ૨૯ મી જુલાઈએ કેશ ક્રેડિટ કેમ્પ યોજાશે.

ProudOfGujarat

ભરૂચનાં યાકુબ પટેલ યુ.કે ના નોર્થ ઓફ લંડન પ્રેસ્ટોન શહેરના પ્રથમ ગુજરાતી મેયર બન્યા

ProudOfGujarat

પંચમહાલ : મોરવા હડફની પેટા ચૂંટણીમાં ૫૫૪૨ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!